Connect Gujarat
ગુજરાત

ખેડા : આ મહિલા સનદી અધિકારી અપાવી રહયાં છે યુપીના આઇએએસ બી. ચંદ્રકલાની યાદ, જુઓ કેમ?

ખેડા : આ મહિલા સનદી અધિકારી અપાવી રહયાં છે યુપીના આઇએએસ બી. ચંદ્રકલાની યાદ, જુઓ કેમ?
X

ઉત્તરપ્રદેશના મહિલા સનદી અધિકારી બી.ચંદ્રકલા આપ

સૌને યાદ હશે. તેમના કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસ કામોની જાત તપાસ કરી હલકી

ગુણવત્તા જણાય તો અધિકારીઓ અને પદાધિકારીઓને જાહેરમાં ખખડાવી નાંખવામાં પણ તેઓ

ખચકાટ અનુભવતાં ન હતાં. હવે ગુજરાત રાજયમાં પણ એક સનદી અધિકારીએ બી. ચંદ્રકલા જેવી

છાપ ઉભી કરી છે અને તે છે ખેડા જિલ્લાના ડીડીઓ ગાર્ગી જૈન.

સ્ક્રીન પર દેખાઇ રહેલા સનદી અધિકારીનું નામ છે ગાર્ગી જૈન. તેઓ હાલ ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહયાં છે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતાની સાથે તેમણે તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. તેઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ ગામડાઓમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી કામોની સમિક્ષા કરી રહ્યા છે.

વિકાસકામોમાં ગેરરીતી જણાતાં તેઓ અત્યાર સુધીમાં 6 સરપંચને સસ્પેન્ડ કરી ચુકયાં છે. વધુમાં તેમણે જિલ્લાના 84 તલાટી, પીએચસી કેન્દ્રોના 14 ડોક્ટર અને 8 એસઓની બદલીઓ કરી નાખી છે. ગાર્ગી જૈનની કામગીરી ઉત્તર પ્રદેશના બહુચર્ચિત મહિલા સનદી અધિકારી બી.ચંદ્રકલાની યાદ અપાવી રહી છે. બી.ચંદ્રકલા તો આપ સૌને યાદ હશે. ઉત્તરપ્રદેશના મહિલા સનદી અધિકારી બી.ચંદ્રકલા આપ સૌને યાદ હશે. તેમના કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસ કામોની જાત તપાસ કરી હલકી ગુણવત્તા જણાય તો અધિકારીઓ અને પદાધિકારીઓને જાહેરમાં ખખડાવી નાંખવામાં પણ તેઓ ખચકાટ અનુભવતાં ન હતાં.

હવે સિકકાની બીજી બાજુ પર નજર નાખવામાં આવે તો ખેડાના ડીડીઓ ગાર્ગી જૈનની કામગીરી સામે સરપંચોમાં રોષ જોવા મળી રહયો છે. તેમની બદલી કરી દેવા માટે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે પણ કોઇ કાર્યવાહી નહિ થતાં સરપંચોએ ડીડીઓ સામે મોરચો ખોલી નાંખ્યો છે. આજરોજ 100 થી વધુ ગ્રામ પંચાયતના સરપંચો નડિયાદ ખાતે પહોચ્યા હતાં. તેમણે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ પુર્વક જણાવ્યું છે કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે કમર્ચારીઓ કામકરે છે તેમની બદલી કરી હેરાન કરવામાં આવે છે.

Next Story