Connect Gujarat
Featured

ખેડા: લોકડાઉનમાં સંગ્રહખોરી અટકાવવા હાથ ધરાયું ચેકીંગ, જુઓ પોલીસે ક્યાં કૌભાંડનો કર્યો પર્દાફાશ..!

ખેડા: લોકડાઉનમાં સંગ્રહખોરી અટકાવવા હાથ ધરાયું ચેકીંગ, જુઓ પોલીસે ક્યાં કૌભાંડનો કર્યો પર્દાફાશ..!
X

ખેડા જિલ્લાના નડીઆદમાં સરકારી અનાજને બ્રાન્ડેડ કંપનીના અનાજમાં ખપાવી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોરોના વાયરસના પગલે લોકડાઉનમાં સંગ્રહખોરી ન થાય તે માટે ચેકીંગ દરમ્યાન સરકારી ગોડાઉનમાંથી અનાજ લઈ જતાં 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

હાલના સંજોગોનો ફાયદો ઉઠાવી સરકારી ગોડાઉનના અનાજને બ્રાન્ડેડ કંપનીના અનાજમાં ખપાવી ડબલ નફામાં વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નડીઆદ ટાઉન પોલીસે ઘઉંની 325 બોરી તેમજ ટેમ્પોમાંથી 40 તથા ગોડાઉનમાંથી 55 બોરી મળી કુલ 95 બોરી અનાજ સાથે રોમટીરીયલ અને પેક કરવાના મશીન સહિત કુલ 3,9,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે મુખ્ય આરોપી આરીફ ગફુર વોહરા, યાશીનશા દીવાન અને ટેમ્પો ચાલક હરિ ભીલની અટકાયત કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story