Connect Gujarat
Featured

ખેડા પોલીસનો પ્રોજેક્ટ શુભાશિશ આસામની ગંભીર બિમારીથી પીડાતી મહિલા માટે બન્યો આશિર્વાદ રૂપ

ખેડા પોલીસનો પ્રોજેક્ટ શુભાશિશ આસામની ગંભીર બિમારીથી પીડાતી મહિલા માટે બન્યો આશિર્વાદ રૂપ
X

આસામ પોલીસના અધિકારીઓ એ મહિલાના ઘરે જઈ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી

કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.ખેડા પોલીસ તેનો અસરકારક અમલ કરાવવા સાથે પોતાનું સમાજ પ્રત્યેનું ઋણ પણ અદા કરી રહી છે. ખેડા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શુભાસિસ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ નો પુરવઠો ઘરે પહોંચાડ વામાં આવી રહ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ નડિયાદ, કપડવંજ, કઠલાલ સહિત ખેડા જિલ્લામાં જરૂરિયાતમંદ વયોવૃદ્ધ નાગરિકોને ઘરે જઈ પોલીસ અધિકારીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ, દવાઓ, કરિયાણું પહોંચાડવામાં આવી રહ્યું છે. ખેડા પોલીસ ના આ નવતર પ્રયાસને વ્યાપક આવકાર મળી રહ્યો છે.

ખેડા પોલીસનો આ નવતર અભિનવ પ્રયોગ હવે છેક આસામ સુધી પહોંચ્યો છે. ખેડા પોલીસના આ પ્રયોગ આસામની ગંભીર બિમારીથી પીડાતી મહિલા માટે આશિર્વાદ રૂપ બન્યો છે.

વાત એમ છે કે સંગીતા ગોગાઈ નામની બિમારીથી પીડિત મહિલાએ લોક દાઓએન ની સ્થિતિમાં ખેડા પોલીસની વયોવૃદ્ધ નાગરિકો ને મદદરૂપ થવાની વાત સોશીયલ મીડિયાના માધ્યમથી જાણી.આ બીમાર મહિલા લોકડાઉન ની સ્થિતિમાં બિલકુલ અસહાય હતી. મહિલાએ પોતાની વેદના અને ખેડા પોલીસની વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યેની સંવેદના ફેસબુકના માધ્યમથી વ્યક્ત કરી.અને આસામ પોલીસના અધિકારીઓ મહિલા ના ઘરે જઈ જરૂરી મદદ પહોચાડી.

મહિલાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે ખેડા જિલ્લા પોલીસના એસપી દિવ્ય મિશ્ર એ આ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો, જેનો આભાર માન્યો છે. 'પ્રોજેક્ટ શુભાશિષ' જે સિનિયર સિટિઝન્સ,અને એકલી રહેતી મહિલાઓ તેમજ ગંભીર માંદગીના દર્દીઓ માટે દવાઓ અને કરિયાનું પહોંચાડે છે. (કોઈપણ વયના દર્દીઓની સહાય કરવાનો છે). ખેડા જિલ્લા પોલીસ પોતાની ફરજ બજાવ વાની સાથે વયોવૃદ્ધ લોકોની નિયમિત સાર સંભાળવા લઈ રહી છે.તેમણે મને મારી આવશ્યક ચીજોમાં પહોંચવામાં મદદરૂપ બન્યા છે હું હંમેશ માટે આભારી રહીશ (જો તેમણે વિવેક સરને બોલાવ્યા ન હોત તો હું આજ સુધી ભૂખી રહેત) પોલીસ દળ ની કાર્યક્ષમતા અંગે મારા સામાન્ય અભિપ્રાયમાં પરિવર્તન આવ્યું છે.

આવા નિ:સ્વાર્થ અને ઉમદા પ્રયત્નોને કુડોઝ! આ પ્રોજેક્ટ દૂર-દૂર સુધી વધતો રહેવા દોઆપણો સુભાષિશ થી સુભાષીશ.

ખેડા પોલીસે આસામ પોલીસના અધિકારીઓ નો હૃદય થી ઋણ સ્વીકાર કર્યો છે. એમાંય ખાસ કરીને લખીમપુર ના ડીઆઈજી શ્રી વિવેક રાજ સિંહ અને એસ.પી.શ્રી રાજવીર એ આસામ માં શ્રીમતી સંગીતા ગોગોઈને શાકભાજી અને ફળ પહોંચાડવામાં જે મદદ કરી છે એ માટે અને તેમના ખૂબ ખૂબ આભારી છીએ.

લોક ડાઉનની સાથે ખેડા પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી અનોખી સામાજિક સંવેદના ના દર્શન કરાવ્યા છે.

Next Story