Connect Gujarat
Featured

ખેડા : વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે વખણાતાં ગુજરાતીઓ, જુઓ કેવું સેન્સરયુક્ત બનાવ્યું સેનેટાઈઝ મશીન..!

ખેડા : વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે વખણાતાં ગુજરાતીઓ, જુઓ કેવું સેન્સરયુક્ત બનાવ્યું સેનેટાઈઝ મશીન..!
X

કહેવાય છે કે, ગુજરાતીઓ હમેશા માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે વખણાય છે. જોકે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસ જેવી મોટી મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે ખેડા જીલ્લાના વસો ગામમાં રહેતા એક વ્યક્તિએ સેન્સરયુક્ત સેનેટાઈઝ મશીન બનાવ્યું છે.

ખેડા જીલ્લામાં હાલ સુધી એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, ત્યારે આવનારા દિવસોમાં પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ ન આવે તે માટે વસો ગામ ખાતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સમગ્ર ચરોતર વિસ્તાર એન.આર.આઈ. લોકોનો ગઢ ગણવામાં આવે છે, ત્યારે વસો ગામના નિમેશ પટેલ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ એક સેનેટાઈઝ મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે, આ મશીનમાં એક ખાસ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 17 કિલોથી વધુ વજન રાખવામાં આવે તો તે મશીનમાંથી આપોઆપ સેનેટાઈઝરનો છંટકાવ શરૂ થઈ જાય છે. જ્યારે કોઇ પણ વ્યક્તિ આ સેનેટાઈઝ મશીનમાંથી પસાર થાય તો તે પણ સંપૂર્ણપણે સેનિટાઈઝરથી કીટાણુ મુક્ત થઈ જાય છે. ઉપરાંત આ મશીનમાં સેન્સર લગાવ્યા હોવાથી તેમાં સેનેટાઈઝનો પણ બગાડ થતો નથી, જ્યારે અન્ય મશીનો જોવામાં આવે તો તેમાં સેનેટાઈઝરના છંટકાવની ક્રિયા ચાલુ રહે છે અને સેનેટાઈઝરનો બગાડ પણ થયા કરે છે.

Next Story