Connect Gujarat
ગુજરાત

ખેડા : આંત્રોલીની શાળાની શિક્ષકાને લાગી ઠંડી, જુઓ છાત્રો પાસે કરાવે છે કેવું કામ

ખેડા : આંત્રોલીની શાળાની શિક્ષકાને લાગી ઠંડી, જુઓ છાત્રો પાસે કરાવે છે કેવું કામ
X

ખેડા તાલુકાના આંત્રોલી ગામની ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષિકાના કલાસરૂમમાં જ તાપણું કરતાં ફોટો અને વિડીયો વાઇરલ થયાં છે. તાપણા માટે લાકડા ભેગા કરવા તેઓ ધોરણ -10ના છાત્રોને ચાલુ કલાસે બહાર મોકલતા હોવાના આક્ષેપ સરપંચે કર્યા છે.

ખેડા

તાલુકાના આંત્રોલી ગામે આવેલી ઉત્તર બુનિયાદી શાળાના

શિક્ષિકા સેજલબેન ચૌહાણ ક્લાસરૂમની અંદર જ તાપણી કરાતી હોવાના વીડિયો તથા ફોટા વાયરલ થતાં ચકચાર મચી છે. ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે

મહિલા શિક્ષિકા ક્લાસરૂમમાં જ તાપણુ કરે છે અને તાપણા માટે જરૂરી લાકડા વીણવા માટે

ધોરણ 10ના

વિદ્યાર્થીઓ ને ચાલુ ક્લાસે બહાર મોકલે છે. તેઓ તારીખ 31 ડિસેમ્બરના રોજ શાળાની આકસ્મિક મુલાકાતે

પહોંચ્યા હતાં જ્યાં તેઓએ આ મહિલા શિક્ષિકા ક્લાસરૂમમાં તાપણું કરતા હોવાના

ફોટોગ્રાફ્સ લીધાં હતાં. સમગ્ર બાબતે સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં

ફરિયાદ પણ કરી છે. આ ઘટના બાદ શિક્ષિકા રજા પર ઉતરી ગયાં હોવાની વિગતો સપાટી પર

આવી છે.

Next Story