Connect Gujarat
Featured

ખેડા : ટામેટાનો ભાવ ર રૂપિયે કિલોની નીચી સપાટીએ, ખેડૂતોએ રસ્તા પર ફેંકયાં ટામેટા

ખેડા : ટામેટાનો ભાવ ર રૂપિયે કિલોની નીચી સપાટીએ, ખેડૂતોએ રસ્તા પર ફેંકયાં ટામેટા
X

રોજીંદા જીવનમાં ઉપયોગી એવા ટામેટાનો ભાવ 2 રૂપિયા કિલોની નીચી સપાટીએ પહોંચી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખેડૂતોએ ટામેટાનો પાક રોડ પર ફેંકી દઇ વિરોધ નોંધાવ્યો છે.

આપના સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો ડાકોરથી કપડવંજ તરફ જતાં માર્ગના છે. ટ્રેકટરમાંથી ટામેટાને જેસીબીમાં ભરીને તેને રોડ પર નાંખવામાં આવી રહયાં છે. આમ કરવા પાછળનું કારણ છે ટામેટાના ઘટી ગયેલાં ભાવ.. એક કીલો ટામેટાના વાવેતર પાછળ ખેડૂતોને 9 રૂપિયા જેટલો ખર્ચ થાય છે જેની સામે હાલ એક કિલો ટામેટાના બે રૂપિયા ભાવ મળી રહયો છે. સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવામાં નિષ્ફળ રહી હોવાથી ખેડૂતો ટામેટાનું વેચાણ કરવાના બદલે રસ્તા પર ફેંકી રહયાં છે. ખેડાના ઠાસરા તાલુકાના ખેડૂતોએ આશરે 800 વિધામાં કરેલા ટામેટાનો પાક રોડ પર ફેંકી દીધાં છે. હાલ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

Next Story