Connect Gujarat
ગુજરાત

ખેડા: અનલોક 1ની જાહેરાતમાં ધાર્મિક સ્થળોને મંજૂરી, ડાકોરધામના કપાટ ખોલવાની તૈયારીઓ

ખેડા: અનલોક 1ની જાહેરાતમાં ધાર્મિક સ્થળોને મંજૂરી, ડાકોરધામના કપાટ ખોલવાની તૈયારીઓ
X

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 અંતર્ગત ધાર્મિક સ્થળોને પણ ખોલવાની જાહેરાત બાદ ગુજરાતના યાત્રાધામો મંદિરના કપાટ ખોલી દેવ દર્શન ખુલ્લા કરવાની અંતિમ તૈયારીઓમાં લાગ્યા. રણછોડજી મંદિરના કપાટ પણ ખોલવામાં આવશે. જુઓ શુ છે વિશેષ તૈયારીઓ...

લોકડાઉનના ચોથા ચરણના અંત અને અનલોક 1ના પ્રારંભિક સમયે ધાર્મિક સ્થળોમાં વિશેષ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સરકાર દ્વારા 8 તારીખના રોજથી ધાર્મિક સ્થળોને ખોલવા સશર્ત મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભક્તોના દર્શન માટે દેશભરના યાત્રાધામો ખોલવામાં આવશે. ત્યારે ગુજરાતનું અગ્રણી યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિર પ્રસાશન પણ ભક્તો સુરક્ષા સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવાની તૈયારીઓમાં લાગ્યું છે.

ડાકોર મંદિર દ્વારા રાજ્યમાં પ્રથમ વખત વર્ષો પૂર્વે ગરમીથી રાહત માટે લાઈનોમાં ઉભા રહેતા ભક્તો માટે એસીની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ કોરોના વાઇરસના સંક્રમણથી ભક્તો, સેવકો અને ભગવાનની સુરક્ષા માટે બેરીકેટ આડબંધ અને રેલિંગો મારી દેવામાં આવી છે. સાથે જ દર્શન માટે આવતા ભક્તો માટે સેનેટાઈઝની સુવિધા ઊભી કરવામાં આવી છે. મુખ્ય દ્વાર ઉપર હેન્ડ સિનિટાઇઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિરના ઘુમ્મટમાં રણછોડજીના દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે.

યાત્રાધામ ડાકોરધામના દર્શન માટે અમદાવાદ સુરત અને વડોદરા સહિત ખેડા અને આણંદ જિલ્લાઓ માંથી મોટા પ્રમાણમાં ભક્તો આવે છે. જે મોટાભાગે રેડ ઝોન વિસ્તારો છે માટે મંદિર પ્રશાસન અને વેપારીઓ માટે મુખ્ય ચિંતાનો વિષય છે. જો કે આમછતાં મંદિર અને ડાકોરજનો સુરક્ષા સાથે ભક્તોના આગમનને આવકારવા આતુર છે.

Next Story