Connect Gujarat
Featured

ખેડા: વડતાલ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી ફરી વિવાદમાં, જુઓ શું છે નવો વિવાદ

ખેડા: વડતાલ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી ફરી વિવાદમાં, જુઓ શું છે નવો વિવાદ
X

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી તારીખ 14 માર્ચ ના રોજ યોજાનાર છે આ ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં ઉભેલા સિદ્ધાંત પક્ષના ચાર ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

વડતાલ મંદિરની કમીટીની બાકીની 4 બેઠકની ચૂંટણી 14મી માર્ચે યોજાશે. આ ચૂંટણીના બે દિવસ પહેલા જ સિદ્ધાંત પક્ષના ચાર ઉમેદવારોએ નિયમ મુજબ ચૂંટણી યોજાતી ન હોવાનો આક્ષેપ કરી ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું. વડતાલ ટેમ્પલ કમીટીની ગૃહસ્થ વિભાગની 4 બેઠક માટે સિધ્ધાંત પક્ષમાંથી ઉમેશ અમીન, જગદીશવાસોલીયા, નારણભરવાડ અને ભરત અમીને ઉમેદવારી કરી છે. તેઓએ શુક્રવારના રોજ ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, ટ્રસ્ટની સ્કીમની જોગવાઇ અનુસાર વડતાલ મેનેજિંગ બોર્ડની ચૂંટણી દર પાંચ વર્ષે ચૈત્રી પૂનમના રોજ યોજવાનો નિયમ છે, કોવિડના કારણે અટકેલી ચૂંટણી 2021માં ચૈત્રી પૂનમે યોજવા રજુઆત કરી હતી. આમ છતાં 14મી માર્ચે ચૂંટણી રાખી છે. સંપ્રદાયના હરિભક્તો જ ધર્માદો ભરે અને મતદાન કરી શકે તે મુજબની જોગવાઇ હોવા છતાં હજારોની સંખ્યામાં મતદારોનો સમાવેશ કર્યો છે કે જેઓને સંપ્રદાય સાથે કોઇ લેવા દેવા નથી. કાયદેસર મતદારોના નામ કાઢી નાખ્યા છે . આથી, ચૂંટણી અનીતિ અને અન્યાય ભરી રીતે થઇ રહી છે. અંદાજે 32 હજાર જેટલા મતદારો ના નામ ઉમેરવામાં આવ્યાં નથી. આ ઉપરાંત સત્સંગ પેનલના હરિભક્ત મહેન્દ્ર પટેલે પેનલ બદલવા માટે માગણી કરી હતી. જે નામંજુર થવા છતાં પણ દેવપક્ષની પેનલના ટેકેદારો દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે.

Next Story