Connect Gujarat
ગુજરાત

ખેડાઃ ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોનાં સ્થળ પર જ મોત

ખેડાઃ ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોનાં સ્થળ પર જ મોત
X

મૃત્યુ પામનાર પાંચેય લોકો મુવાડાના રહેવાસી, 108ની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી

ખેડા જિલ્લાના મહુધા કઠલાલા રોડ પર ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મહુધા કઠલાલ રોડ પર શાકભાજી માર્કેટ આવેલુ છે. રામના મુવાડાના રહેવાસી પાંચેય જણા રીક્ષામાં શાકભાજી લેવા માટે કઠલાલ સ્થિત શાકભાજી માર્કેટમાં ગયા હતાં. રીક્ષામાં બેસી રસ્તેથી પસાર થઈ રહ્યા તે સમય દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે રીક્ષાને અડભેટમાં લેતાં ગમખ્વાર અકસ્માત સર્જયો હતો.

આ ઘટનાની જાણ 108ની ટીમને થતા 108ની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષામાં બેસેલા પાંચેય શખ્સોને બહાર કાઢવાનું 108ની ટીમ દ્વારા બહુ મુશ્કેલી ઉઠાવી પડી હતી. અકસ્માતના પગલે રીક્ષામાં બેસેલા પાંચય શખ્સોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં.

બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જામ થઈ ગયેલા ટ્રાફિક જામને હળવો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story