ખેલ મહાકુંભ 2018 અંતર્ગત સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં કુસ્તી સ્પર્ધા યોજાઈ રહી છે.

ખેલ મહાકુંભ 2018 અંતર્ગત સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં સ્પર્ધા ચાલી રહી છે. જેમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ચાર-ચાર પહેલવાનો ઘાયલ થતાં તેઓને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, ચારેય પહેલવાનોને ફ્રેક્ચર થયાં હોવાનું તબિબોનું કહેવું છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, હાલમાં સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધા રમાઈ રહી છે. જેમાં સમગ્ર રાજ્યના જુદાજુદા શહેરોનાં પહેલવાનો ભાગ લઈ રહ્યા છે. આજે યોજાયેલી કુસ્તી સ્પર્ધા દરમિયાન જુદીજુદી મેચોમાં ચાર પહેલવાનો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ફ્રેક્ચર થયુ હોવાનુ નિદાન થયુ છે.

LEAVE A REPLY