Connect Gujarat
ગુજરાત

કીમ : મોટી નરોલી ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 2.75 કરોડના મુદ્દામાલ સાથે 15 આરોપી સકંજામાં

કીમ : મોટી નરોલી ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 2.75 કરોડના મુદ્દામાલ સાથે 15 આરોપી સકંજામાં
X

સુરત જીલ્લામાં આવેલાં નરોલી ગામમાંથી કેમિકલ ચોરીના

મસમોટા કૌભાંડનો સીઆઇડી ક્રાઇમે પર્દાફાશ કરી 2.75 કરોડ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે 15 જેટલા આરોપીને ઝડપી

પાડયાં છે. જો કે પોલીસના દરોડા દરમિયાન મુખ્ય સુત્રધારો નાસી છુટવામાં સફળ રહયાં

છે.

નેશનલ હાઇવે પર અવારનવાર કેમિકલ ચોરીના કિસ્સાઓ બહાર

આવતાં હોય છે પણ રાજયની સીઆઇડી ક્રાઇમ બ્રાંચે સુરત નજીક આવેલાં મોટી નરોલી ગામેથી

કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડયું છે. માંગરોળ તાલુકાના હાઈવેને અડીને

આવેલા મોટી નરોલી ગામે બે દિવસથી સીઆઇડી ક્રાઇમની ટીમે ધામા નાંખ્યાં છે. દરોડા

દરમિયાન કેમિકલ ચોરીના મુખ્ય સુત્રધારો વિપુલ અને રમઝાન નાસી છુટવામાં સફળ રહયાં

હતાં પણ 15 જેટલા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળ પરથી કેમિકલના 12 જેટલા ટેન્કર કબજે

લેવાયાં છે. કબજે લેવાયેલાં ટેન્કરોમાં ઇન્ડિયન ઓઈલ કંપનીના એવિએશન ટર્બાઈન ફ્યુઅલ

ભરેલાં ટેન્કરનો પણ સમાવેશ થવા જાય છે. આ ઉપરાંત મોનો ઈથાઈલ ગ્લાયકોલ ,કોસ્ટીક સોડા ,નાઈટ્રો બેન્જીન અને

સોલ્વન્ટ નામના કેમિકલ પણ મળી આવ્યાં છે. ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરવા માટેના

સાધનો, ટેન્કરો અને કેમિકલ મળી 2.75 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કેમિકલ ભરેલાં ટેન્કરોમાંથી

કેમિકલની ચોરી કરી તેને બારોબાર વેચી નાંખવામાં આવતું હોવાની વિગતો સપાટી પર આવી

રહી છે. સીઆઇડી ક્રાઇમની કાર્યવાહીના પગલે કેમિકલ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઇ

ગયો છે.

Next Story