કૃણાલ અને હાર્દિક પંડ્યાએ COVID-19 સામે લડવા લોકોને ઘરે રહેવાની કરી અપીલ

0
117

સમગ્ર દેશમાં કોવિડ19ના આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે તેને ધ્યાને રાખીને પંડ્યા બ્રધર્સ- હાર્દિક અને કૃણાલે તમામ ભારતવાસીઓને ઘરમાં અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. કૃણાલ પંડ્યાએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના ભાઇ હાર્દિક પંડ્યા સાથે પોતાના ઘરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.પંડ્યા બ્રધર્સે જણાવ્યું હતું કે, આ લૉકડાઉનની સ્થિતિમાં ઘરમાં રહો, સુરક્ષિત રહો. તમે ઘરમાં પણ પોતાના પરિવાર સાથે વિવિધ રમતો રમીને, વિવિધ કાર્યો કરીને આનંદ માણી શકો છો. અમે દરેક વ્યક્તિને અપીલ કરીએ છીએ કે, લૉકડાઉને સમર્થન આપો અને ઘરમાં રહીને કોરોનાને માત આપો.

કોવિડ 19ના વધતા જતાં ફેલાવાને લીધે વિશ્વમાં યોજાનારી તમામ સ્પોર્ટ્સને લગતી પ્રવૃતિઓ સહિત આઇપીએલને સ્થગિત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણના 1024 કેસ અને 27 લોકોના મોત થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here