Connect Gujarat
ગુજરાત

કચ્છની 290 વર્ષની જૂની પરંપરા અનુસાર યોજાયો ભુજીયા દેવનો મેળો

કચ્છની 290 વર્ષની જૂની પરંપરા અનુસાર યોજાયો ભુજીયા દેવનો મેળો
X

કચ્છની 290 વર્ષની જૂની પરંપરા અનુસાર આજે ભુજીયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજાવિધિ રાજપરિવાર દ્વારા કરાઈ હતી. બાદમાં મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો.ભુજીયા ડુંગરનો એક રોચક ઇતિહાસ છે.

કચ્છની 289 વર્ષની રાજ પરંપરા અનુસાર આજે ભુજીયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાની નાગપંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ સાથે વર્ષમાં એકવાર યોજાતા ભુજીયાના મેળાનો આરંભ થયો હતો.આ નાગપંચમીના મેળાના ઇતિહાસની વાત કરીએ તો કચ્છ પર અવારનવાર વિદેશી આક્રમણો થતા ત્યારે કચ્છ રાજના રાવ દેશળજીએ ભુજની ફરતે અભેદ્ય કિલ્લા જેવો ભુજીયા ડુંગર બનાવ્યો હતો વર્ષો અગાઉ કચ્છ પર અમદાવાદના શેરબુલંદખાને 50 હજારના લશ્કરબળ સાથે ચડાઈ કરી હતી. ત્યારે રાજા , સેનાપતિ, લશ્કર , કચ્છની જનતાએ અને 9 હજાર નાગાબાવાઓએ ભેગા મળી તેની સામે લડત આપી હતી.

આ લડાઈ માં શેરબુલંદ ખાનને હરાવી કચ્છએ જીત મેળવી હતી તે દિવસ એટલે આજનો નાગ પાંચમી નો દિવસ બસ ત્યારથી દર વર્ષે રાજ પરંપરા અનુસાર રાજા દ્વારા અહીંયા પરંપરાગત રીતે પૂજન વિધિ કરવામાં આવે છે દરબારગઢમાં પૂજા કર્યા બાદ રાજાની શાહી સવારી નીકળે છે પહેલાના સમયમાં ઘોડા , હાથીઓ સવારીમાં નીકળતા હવે ગાડીઓ નીકળે છે ભુજીયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજા કર્યા બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવે છે.ભુજીયા ડુંગર પર દાદાના મંદિરે જવા 400 જેટલા પગથિયાં છે જે ચડીને લોકો દર્શનાર્થે જાય છે.અહીંથી સમગ્ર ભુજ નું અવકાશી અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે આજે વહેલી સવારથી ભુજ તેમજ આસપાસના લોકોની ભીડ જોવા મળી હતી.તો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.

આ દિવસ કચ્છવાસીઓ માટે અને ખાસ તો ભુજવાસીઓ માટે અનેરો છે.આ ભુજીયો કિલ્લો રાવ દેશળજીએ બંધાવ્યો હતો.આજે પણ આ કિલ્લો અકબંધ છે જે કચ્છની સંસ્કૃતિ વર્ણવે છે.જો કે , હાલમાં મંદિર પરના પગથિયાં જર્જરિત છે તો રોડ ખખડધજ છે પરંતુ ભુજીયા ડુંગર ના વિકાસના કામો થતા હોઇ અહીં પણ રીનોવેશન કરવામાં આવશે. આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા છેલ્લાના આદેશ અનુસાર રોહા ઠાકુર પુષ્પેન્દ્રસિંહ જાડેજાએ રાજવી પરંપરા અનુસાર પૂજન વિધિ કરાવી હતી બાદમાં મેળાનો પ્રારંભ થયો છે. આજના ભુજીયાના મેળાથી કચ્છમાં મેળાની મોસમની શરૂઆત થઈ છે.જે આવનારા દિવસોમાં સતત ચાલુ જ રહેશે.

Next Story