Connect Gujarat
ગુજરાત

કચ્છ : રખડતા ઢોરે ટ્રાફિક પોલીસ કર્મીને બતાવ્યો ખોફ, ઘટના થઈ સીસીટીવીમાં કેદ

કચ્છ : રખડતા ઢોરે ટ્રાફિક પોલીસ કર્મીને બતાવ્યો ખોફ, ઘટના થઈ સીસીટીવીમાં કેદ
X

કચ્છમાં રખડતા ઢોરોનો આતંક ફરી એક વાર સામે આવ્યો છે. માર્ગ ઉપર જમાવડો કરેલ ઢોરોને હટાવવા જતાં એક ઢોર સામે થયો હતો જેના કારણે ટ્રાફિક પોલીસ પાછળથી પસાર થતી કાર સાથે અથડાયો હતો.

કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરના ઓસ્લો સર્કલ પર રખડતા ઢોરે ટ્રાફિક પોલીસ કર્મી પર હુમલો કરવા તૈયારી બતાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. રખડતા ઢોરને કારણે ટ્રાફિકની સમસ્યા થતા તેને દૂર કરવા ટ્રાફિક પોલીસ કર્મી આખલાને હટાવવા ગયો હતો, જ્યા ટ્રાફિક પોલીસ કર્મી પર વિફરેલા આખલાએ હુમલો કરતા ટ્રાફિક પોલીસ કર્મી માર્ગ પરથી જતી કાર સાથે અથડાયો હતો, જેના કારણે રોડ પર પડી જતા ટ્રાફિક પોલીસ કર્મીને ઇજાઓ પહોચવા પામી હતી. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગાંધીધામ નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરમાં રખડતા ઢોરોનો અધમ વધી રહ્યો છે તેમ જણાઈ આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story