Connect Gujarat
ગુજરાત

કચ્છ: ભુજના સમાત્રા હાઇવે પર છકડો રીક્ષા, બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત,૧૧ના મોત

કચ્છ: ભુજના સમાત્રા હાઇવે પર છકડો રીક્ષા, બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત,૧૧ના મોત
X

કચ્છના ભુજ તાલુકાના માનકુવા સામત્રા હાઇવે પર ડાકડાઈ પાટિયા પાસે ગમખ્વાર ટ્રીપલ અકસ્માત સર્જાયો છે.જેમાં ૧૧ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે હજી બે ગંભીર છે. છકડો રીક્ષા, બાઈક અને ટ્રક વચ્ચે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ,આજે બપોરના અરસામાં ડાકડાઈ પાટિયા નજીક મહાકાલેશ્વર મંદિર નજીક અકસ્માત સર્જાયો હતો.ધસમસતા વેગે આવતી ટ્રકે છકડાને અડફેટમાં લીધો હતો તો બાઇકની પણ ટક્કર થઈ હતી.છકડા રિક્ષામાં પરપ્રાંતીય મજૂરો સવાર હતા બનાવ સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.આ બનાવમાં કુલ ૧૧લોકોના કરૂણ મોત નિપજ્યા છે. તો હજી બે ગંભીર છે. અન્ય બે ત્રણ વ્યક્તિ ઘવાયા છે.

આ ગંભીર અકસ્માતમાં મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના વતની મુકેશ રણછોડ, પપુ રતનલાલ, રાધેશ્યામ શંકરલાલ,રિના રતનલાલ,વસુંધરા રણછોડ,ભૂમિ રાધેશ્યામ,બબુડી ઇશ્વરલાલ રણછોડ લાલ, ખુશી ઇશ્વરલાલ રણછોડ,રોહિત પપુ રતનજી અને માધુ લાલુ ચમારના મોત થયા છે.આ હતભાગીઓ અહીં મજૂરી અર્થે વસવાટ કરતા હતા અને તેઓ માતાના મઢમાં દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડ્યો છે.મૃતદેહોને તેમના વતનમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે

આ બનાવ બાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા પોલીસે મૃતદેહનું પીએમ કરી પરિવારજનોને સોંપવાની કામગીરી હાથ ધરી છે.અકસ્માત એટલી હદે ગંભીર હતો કે રીક્ષા અને બાઈકનો ખુરદો બોલી ગયો હતો. આ માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે.તો રાજકારણીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે માનકુવા પોલીસ અને અન્ય પોલીસ મથકોનો કાફલો હોસ્પિટલ અને સ્થળ પર ધસી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવા અને લોકોને શાંત કરવાની કામગીરી કરી હતી. સોમવાર કચ્છ માટે ગોઝારો સાબિત થયો છે.

Next Story