Connect Gujarat
ગુજરાત

કચ્છ : મેઘરાજા મહેરબાન થતા ડેમો છલકાયા, કચ્છવાસીઓ આવ્યા ખુશીના મિજાજમાં

કચ્છ : મેઘરાજા મહેરબાન થતા ડેમો છલકાયા, કચ્છવાસીઓ આવ્યા ખુશીના મિજાજમાં
X

ક્ચ્છમાં વિધિવત ચોમાસાની ઋતુનો મંડાણ થયો છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં મેઘરાજાની હેલી વરસતા કચ્છવાસીઓ ખુશમિજાજમાં છે. આજે અબડાસા અને નખત્રાણા, માંડવી, મુન્દ્રા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેને કારણે તળાવો, ડેમોમાં નવા નીરની આવક થઈ છે.

કચ્છમાં અછતગ્રસ્ત અબડાસા તાલુકામાં ગત રાત્રિથી જ ભારે વરસાદ ખાબક્યો હતો. અત્યાર સુધીમાં ૩થી ૪ ઇંચ વરસાદ વરસી ગયો છે, જેથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. નલિયા, કોઠારા, સિંઘોડી વાડાપધ્ધર સહિત સમગ્ર તાલુકામાં મેઘરાજાએ રમઝટ જમાવી હતી. મોટી સિંગોડીનો આશાપુરા ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે, તો લખપત તાલુકાના માતાના મઢ અને ગ્રામ્ય વિસ્તારોમાં અમી છાંટણા વરસ્યા હતા. માંડવી મુન્દ્રા પંથકમાં પણ મેઘરાજા તરબોળ થયા હતા ગઢશીશા પટ્ટામાં મેઘરાજા મહેરબાન થતા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તો ભુજ તેમજ અંજાર, ગાંધીધામ,રાપર, ભચાઉ સહિતના તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઇ છે તો ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે મેહુલિયાના આગમને કચ્છીજનોએ દોરીસંચાર કર્યો છે. વરસાદને કારણે લોકોમાં હર્ષની લાગણી સાથે ખુશહાલી છવાઈ છે.

Next Story