Connect Gujarat
ગુજરાત

કચ્છ : આતંકવાદી ઘુસ્યા હોવાના ઇનપુટ બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન

કચ્છ : આતંકવાદી ઘુસ્યા હોવાના ઇનપુટ બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન
X

ગુજરાતમાં અફઘાની પાસપોર્ટ ધરાવતા ચાર લોકો ઘુસ્યા હોવાના આઇબીના ઇનપુટ બાદ સરહદી જિલ્લા કચ્છમાં સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા ઠેરઠેર ચેકપોસ્ટ ઉભી કરી નાકાબંધી કરીને ચેકીંગ શરૂ કરાયું છે.

ચાર શકમંદ અફઘાનિઓ ભારતમાં ઘુસ્યા હોવાના આઈબીના ઇનપુટ બાદ સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વને લઈને એલર્ટ બાદ હવે શકમંદ અફઘાનિઓ ભારતમાં ઘુસ્યા હોવાના ઇનપુટ બાદ રાજ્યમાં સુરક્ષા સતર્ક બનાવાઈ છે. કચ્છમાં પણ રેન્જ આઈજી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયાના માર્ગદર્શન તળે જિલ્લામાં ઠેરઠેર નાકાબંધી કરીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

સરહદી વિસ્તાર ગણાતા લખપત અને અબડાસામાં સુરક્ષા સઘન બનાવાઈ છે. પોલીસ વડા દ્વારા પણ સતત વિઝીટ કરીને માહિતી આપવામાં આવી રહી છે. જિલ્લામાં પોલીસ ઉપરાંત વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક અને એલર્ટ મોડમાં છે. લોકોને પણ અફવાઓ પર ધ્યાન ન દેવા અને પોલીસને ચેકીંગમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.

Next Story