Connect Gujarat
Featured

કચ્છ: જુઓ, રંગારંગ કાર્નિવલ સહિત માંડવીના 440માં સ્થાપના દિવસની કરાઇ ભવ્ય ઉજવણી

કચ્છ: જુઓ, રંગારંગ કાર્નિવલ સહિત માંડવીના 440માં સ્થાપના દિવસની કરાઇ ભવ્ય ઉજવણી
X

કચ્છ જિલ્લાના બંદરિય શહેર માંડવીનો 440મો સ્થાપના દિવસની ઉજવણી રંગારંગ કાર્નિવલ સાથે કરવામાં આવી હતી, ત્યારે કાર્નિવલના ઝગમગાટથી સમગ્ર માંડવી શહેર ઝળહળી ઉઠ્યું હતું.

માંડવીના 440માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમવાર શહેરના ગૌરવપથ પર રંગારંગ રોશનીના ઝળહળાટ વચ્ચે કાર્નિવલ યોજવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલી કૃતિઓમાં લગભગ 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્નિવલ દરમ્યાન સ્વચ્છતા અભિયાન, તલવાર રાસ, સેલ્ફી પોઇન્ટ, ઝાંસી કી રાની, રેટ્રો ડાન્સ, કાર્ટૂન, દેશભક્તિ, ગરબા સહિતની કૃતિઓએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, ત્યારે શહેરીજનો આનંદિત બની પોતાના મોબાઈલમાં કાર્નિવલના દ્રશ્યો કેદ કર્યા હતા.

આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, માંડવી નગરપાલિકાના પ્રમુખ મેહુલ શાહ, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિતના આમંત્રિતોએ હવામાં ગુબ્બારા છોડી કાર્નિવલનો આરંભ કરાવ્યો હતો. તો સાથે જ શહેરમાં સજ્જ સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરાયું હતું, ઉપરાંત 2 કરોડના ખર્ચે થનાર વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

Next Story