Connect Gujarat
ગુજરાત

કચ્છ : 5 પાકિસ્તાની રૂ. 175 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા, જખૌ પાસે મધદરિયે હાથ ધરાયું હતું સર્ચ

કચ્છ : 5 પાકિસ્તાની રૂ. 175 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા, જખૌ પાસે મધદરિયે હાથ ધરાયું હતું સર્ચ
X

કચ્છના મધદરિયે જખૌ પાસેથી ગઈ કાલે રાત્રે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ, કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે ઓપરેશન હાથ ધાર્યું હતું. ગુજરાતમાં માછીમારી બોટના સહારે ગેરકાયદેસર રીતે દરિયાઈ માર્ગે રૂ. 175 કરોડના નાર્કોટિક્સના જથ્થાને ઘૂસડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જેમાં માછીમારી બોટ સહિત 5 જેટલા પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા.

કચ્છની જળસીમામાંથી ડ્રગ્સના જથ્થાને ઘૂસાડવાના બનાવોને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, ગુજરાત એસટીએસ અને કચ્છ પોલીસ સતર્ક રહે છે. જેમાં ગત મે મહિનામાં પાકિસ્તાનથી અંદાજે 500 કરોડના ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાના પ્રયાસને કોસ્ટગાર્ડે નિષ્ફળ બનાવી જખૌ નજીકના દરિયાઇ વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ પકડવામાં આવી હતી, ત્યારે ગત રોજ રાત્રે ફરી એક વાર કચ્છ એસઓજી, ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે કચ્છના જખૌ નજીક દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરતા એક બોટને ઝડપી પાડી હતી. જેમાં અંદાજીત 4 વાગ્યાના અરસામાં કરાંચીના 5 ઈસમો માછીમારી બોટમાં ગેરકાયદેસર રીતે કિંમત રૂ. 175 કરોડના નાર્કોટિક્સના 35 પેકેટ લઈને પ્રવેશ કર્યો હતો.

કોસ્ટ ગાર્ડ દ્વારા તેઓની વધુ પૂછપરછ કરાતા ડ્રગ્સને ઈરાની સીમા પરથી લઈને ગુજરાતમાં ડિલીવરી કરવા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત કરોડો રૂપિયાના ઝડપાયેલા ડ્રગ્સ ક્યાં પ્રકારનું છે, તે જાણવા માટે નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવશે. હાલ પાકિસ્તાન કરાચીના પકડાયેલા અનીશ ઈસા ભટ્ટી, બાબા ઝજીરા ઈસ્માઈલ મોહમદ, અશરફ મોહમદ, કરીમ અબ્દૂલા, અબૂબકર અશરફ સુમરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story