Connect Gujarat
Featured

કચ્છ: ધૈર્યરાજસિંહ રાઠોડને મદદમાં આવ્યો પાંચ વર્ષીય બાળક; ગલ્લો તોડી રૂ.21 હજારનું કર્યું દાન

કચ્છ: ધૈર્યરાજસિંહ રાઠોડને મદદમાં આવ્યો પાંચ વર્ષીય બાળક; ગલ્લો તોડી રૂ.21 હજારનું કર્યું દાન
X

હાલમાં જ્યારે ત્રણ મહિનાના માસુમ ધ્રેયરાજસિંહ માટે સમગ્ર દેશ માંથી લોકો ખુલા હાથે દાન કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે 5 વર્ષના જયરાજસિંહ રાજભા રાઠોડે પોતાના છેલ્લા બે વર્ષથી ભેગો કરેલો ગલ્લો ધૈર્યરાજસિંહ માટે તોડી નાખ્યો હતો. જેમાંથી અંદાજે એકવીસ હજાર જેટલા રૂપિયા નીકળ્યા હતા જે તેની સારવાર માટે દાન કરી દઈને મિશાલ પ્રસ્તુત કરી છે. રાજદીપસિંહ રિબડાની હાજરીમાં ગલ્લો તોડી દાનની રકમ તેઓ હસ્તક બાળક સુધી પહોંચાડાઈ છે. લોકોએ જયરાજસિંહની દિલેરી બિરદાવી હતી જયરાજસિંહ રાઠોડને આ પ્રેરણા ક્યાંથી મળી તે પૂછતાં જણાવ્યું કે, “વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો એટલે મેં દાન કર્યું.” બે હાથ જોડી જયમાતાજી કહેતા જયરાજસિંહે ધૈર્યરાજસિંહ માટે દાન કરવા લોકોને અપીલ પણ કરી હતી. જયરાજસિંહના પિતા રાજભા રાઠોડે જણાવ્યું કે, “અમે તો ધૈર્યરાજસિંહ માટે દાન આપ્યું છે પણ વોટ્સએપ જોઈ મારા દીકરાને પણ રૂપિયા આપવાની ઇચ્છા થઈ અને તરત જ બે વર્ષથી રૂપિયા બચાવેલો ગલ્લો તોડી રૂપિયા નીકળ્યા એ દાનમાં આપ્યા છે.”

નોંધનીય છે કે, ગરીબ હોય કે અમીર કોઇપણ પરિવારમાં વ્હાલસોયાનું આગમન એક અનહદ ખુશીની અનુભૂતિ કરાવે છે. દીકરો હોય કે દીકરી પરિજનો તેના આગમનથી જ તેના ભવિષ્ય માટે સ્વપન જોઇ એક કાલ્પનિક પ્લાનિંગ કરી દેતા હોય છે. પરંતુ ક્યારેક કુદરતી ઉભા થતા સંજોગો સ્વજનો માટે મુશ્કેલી લઇને આવે છે. આવી જ સ્થિતિ મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના જીવનમાં બન્યું છે. રાજદીપસિંહ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ રાઠોડની ઉંમર માત્ર 3 માસની છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા તે એકદમ તંદુસ્ત જણાઇ આવે છે. પરંતુ જન્મના માત્ર દોઢ માસમાં જ શારીરિક પરિવર્તન જોવા મળતા ચિંતિત માતાપિતાએ તબીબને બતાવ્યું હતું. જેમાં ધૈર્ય રાજને SMA-1 નામની બિમારી હોવાનું સામે આવ્યું છે. જોકે આ બિમારીની સારવાર ભારતમાં શક્ય ન હોવાનું જાણી તેમના પર આભ તૂટી પડ્યું હતું.આ બાદ રાજદીપસિંહે એક એનજીઓનો સંપર્ક કરી ધૈર્યની સારવાર માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરી છે. જેમાં હાલ સારા પ્રમાણમાં ફંડ જમા થઇ રહ્યું છે. બીજી તરફ આ માસૂમને બચાવવા માટે ક્ચ્છ સહિત રાજ્ય અને દેશમાં પણ ઝુંબેશ શરૂ થઈ છે.

Next Story