Connect Gujarat
Featured

કચ્છ : અંજારની છાત્રા ટયુશન કલાસ જવા નીકળી, જુઓ પછી તેની સાથે શું થયું

કચ્છ : અંજારની છાત્રા ટયુશન કલાસ જવા નીકળી, જુઓ પછી તેની સાથે શું થયું
X

કચ્છના અંજારમાં છાત્રાનું અપહરણ કરી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અપહરણની ઘટનાની જાણ થતાં પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં છાત્રાને મુકત કરાવી તેના પરિવારને સોંપી હતી.

રાજયમાં લોકડાઉન બાદ હવે ખંડણી માંગવા માટે અપહરણના કિસ્સાઓ વધી રહયાં છે. કચ્છના અંજાર શહેરમાં છાત્રાનું અપહરણ કરી 10 કરોડ રૂપિયાની માતબર રકમની ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અંજાર શહેરમાં રહેતી છાત્રા ગત સાંજે યુવતી કોમ્પ્યુટર ટ્યુશન કલાસથી પરત ઘરે જતી હતી ત્યારે અપહરણ કરાયું હતું. છાત્રાના પરિવાર પાસે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

અંજાર પોલીસ, એસઓજી, એલસીબી,ડીવાયએસપીની ટીમોએ મોબાઇલ સર્વેલન્સ તથા હયુમન ઇન્ટેલીજન્સની મદદથી છાત્રાને અપહરણકારોની ચુંગાલમાંથી મુકત કરાવી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે દીકરીનો પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. દીકરી હેમખેમ મળી જતાં પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story
Share it