Connect Gujarat
Featured

કચ્છ : ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયો ભારે પવન, અરબી સમુદ્રમાં સર્જાઈ છે સાયક્લોન પેટર્ન

કચ્છ : ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયો ભારે પવન, અરબી સમુદ્રમાં સર્જાઈ છે સાયક્લોન પેટર્ન
X

લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છ જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે છેલ્લા 2 દિવસથી કચ્છના સરહદી વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનની અસર સર્જાઈ છે, ત્યારે કચ્છ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા બે ત્રણ દિવસથી પલટો જોવા મળ્યો છે. કચ્છના દરિયાકાંઠા તેમજ સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર તથા કોટેશ્વર સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવા સાથે ભારે પવન ફૂંકાયો હતો.

કચ્છ જિલ્લામાં અત્યાર સુધીના અપડેટ પ્રમાણે વાવાઝોડું જોવા નહીં મળે. જોકે પવન ફૂંકાશે તેવું ભુજના હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું. તો વાવાઝોડાની અસર સંદર્ભે પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વરસાદ અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે, હજી કેરળમાં ચોમાસુ જામ્યું નથી. ઉપરાંત જૂનના પ્રથમ સપ્તાહ દરમ્યાન કેરળમાં વરસાદ આવ્યાના 20 દિવસ બાદ કચ્છમાં વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

Next Story