Connect Gujarat
Featured

કરછ: ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચાર કાર્ય શરૂ કર્યું, જુઓ ઉમેદવારોને શેના લેવડાવાયા શપથ

કરછ: ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચાર કાર્ય શરૂ કર્યું, જુઓ ઉમેદવારોને શેના લેવડાવાયા શપથ
X

કચ્છનાં પાટનગર ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસનાં ઉમેદવારોને ગાંધી બાપુની પ્રતિમાની સાક્ષીએ ભ્રષ્ટાચાર મુક્ત શાશનના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

કચ્છનાં પાટનગર ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે ધમધમાટ તેજ બન્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા હમીરસર તળાવના કાંઠે ગાંધી બાપુની પ્રતિમાની સાક્ષીએ શપથ લેવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર મુક્ત શાશનના શપથ લઈ કોંગ્રેસ દ્વારા મેનીફેસટો પણ ભુજ શહેર માટે જાહેર કરવામાં આવ્યો છે. ભુજના 11 વોર્ડમાં કોંગ્રેસના 40 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે વોર્ડ નંબર 9 માં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર ઉભો રહ્યો નથી જેના કારણે આ વોર્ડ બિનહરીફ જાહેર થયો છે. કોંગ્રેસ દ્વારા આજથી ભુજમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 10ના ઉમેદવાર રવિ ત્રવાડીએ જણાવ્યું કે, ભાજપ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવા માટે કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ કરાય છે 122 કરોડનું બજેટ હોવા છતાં ભુજમાં રસ્તા, ગટર, પાણીની સમસ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Next Story