Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજની સહજાનંદ કોલેજમાં છાત્રાઓને નિર્વસ્ત્ર કરી કરાઇ તપાસ, જુઓ શું છે ઘટના

કચ્છ : ભુજની સહજાનંદ કોલેજમાં છાત્રાઓને નિર્વસ્ત્ર કરી કરાઇ તપાસ, જુઓ શું છે ઘટના
X

કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સટીટયુટમાં છાત્રાઓને નિર્વસ્ત્ર કરી માસિક ધર્મની તપાસ કરવામાં આવતાં વિવાદ થયો છે. વિદ્યાર્થીનીઓએ કોલેજની બહાર એકત્ર થઇ હોબાળો મચાવતાં સમગ્ર ઘટના સામે આવી છે.

શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો છે ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થિનીઓની તપાસ કરાતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે હોબાળો મચાવતાં કોલેજનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે, કોલેજના સંચાલકોએ કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકી આપી મામલાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી.

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં દીકરીઓના માસિક ધર્મ પાળવા બાબતે સામે આવેલા વિવાદથી સંકુલની છબી ખરડાઈ છે ત્યારે સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણ પીંડોરીયાએ આ મુદ્દે સ્પષ્ટતા આપી વિદ્યાર્થીનીઓને તપાસની ખાતરી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે,સંસ્થા કચ્છની દીકરીઓને સારું શિક્ષણ મળી રહે તે હેતુસર સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.આજદિન સુધી આવી કોઈ ઘટના બની નથી આજની માસિક ધર્મની ઘટના સંદર્ભે જવાબદાર શિક્ષકો અને સ્ટાફ સામે તપાસ કરી પગલાં ભરવામાં આવશે.

Next Story