Connect Gujarat
Featured

કચ્છ : ભાજપની યાદી જાહેર થતાં જ ઠેર ઠેર અસંતોષ, જુઓ ક્યાં શરૂ થયો રાજીનામનો દૌર

કચ્છ : ભાજપની યાદી જાહેર થતાં જ ઠેર ઠેર અસંતોષ, જુઓ ક્યાં શરૂ થયો રાજીનામનો દૌર
X

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જાહેર થતાની સાથે જ ઠેર ઠેર અસંતોષ જોવા મળી રહ્યો છે અને રાજીનામાંનો દૌર શરૂ થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છમાં ધમધમાટ તેજ થઈ ચૂક્યો છે ભાજપ દ્વારા 10 તાલુકા પંચાયતના 204 ઉમેદવાર, પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં 196 ઉમેદવાર અને 40 જિલ્લા પંચાયતની સીટમાં ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપની જાહેરાતમાં અનેક નેતાઓના પત્તાકપાઈ જતા ભાજપમાં ભડકો થયો છે. નારાજ નેતાઓને મનાવવા પ્રયાસો થઈ રહ્યા છે ક્યાંક રાજીનામાનો દોર પણ શરૂ થયો છે.

રાપરથી લઈ લખપત સુધી ઠેરઠેર ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના બાદ પણ કેટલાક સ્થળોએ પક્ષમાં હોદો ભોગવી ચૂકેલા નેતાઓના પત્ની, પુત્રને ટિકિટો અપાઈ છે જોકે ભાજપના જિલ્લા મહામંત્રી અનિરુદ્ધ દવેએ વાતોનું ખંડન કરી કોઈ પણ જગ્યાએ અસંતોષ ન હોવાનું જણાવી આગામી સમયમાં પ્રચાર વેગવાન બનાવાશે તેવું જણાવ્યું હતું.

Next Story