Connect Gujarat
Featured

કચ્છઃ અંજારમાં ન.પાલિકા હસ્તકનું કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં, શું તંત્ર છે દુર્ઘટનાની રાહમાં?

કચ્છઃ અંજારમાં ન.પાલિકા હસ્તકનું કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં, શું તંત્ર છે દુર્ઘટનાની રાહમાં?
X

કચ્છના અંજારમાં નગરપાલિકા હસ્તકનું શોપિંગ કોમ્પલેક્ષ અંત્યત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તો શું તંત્ર કોઈ દુર્ઘટના ઘટવાની રાહમાં છે?

અંજાર નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન અને મામલતદાર ઓફીસની વચ્ચે નગરપાલિકા કોમ્પલેક્ષ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે જેનાથી લોકોમાં ભય ફેલાયો છે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કોમ્પલેક્ષ રીપેરીંગ કરવામાં આવે છે. તેમ છતાં આજે પણ કોમ્પલેક્ષ જર્જરિત તેમજ તેના દાદરાઓ પણ જોખમી હાલતમાં છે.

લોખંડના સળિયાઓ દેખાઈ રહ્યા છે આ બિલ્ડીગમાં ત્રીજા માળનું કામ અધૂરૂ છે જે દૂર કરવા વાતો થઈ પણ કામગીરી ન થઈ અંજારમાં 20 વર્ષથી ભાજપનું શાસન છે પણ પ્રજાલક્ષી કામગીરી થઈ નથી બિલ્ડીંગનો જર્જરીત ભાગ તાત્કાલિક ધોરણે દૂર કરી તેનુ રીપેરીંગ કરવુ જોઈએ કારણ કે આ કોમ્પલેક્ષમાં વધારે પડતી વકીલોની ઓફિસ આવેલી છે જેથી લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે ન કરે નારાયણ જો કોમ્પલેક્ષ જમીનદોસ્ત થશે તો મોટા પ્રમાણમાં જાનહાનિ થશે, જેથી કલેક્ટર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

Next Story