Connect Gujarat
Featured

ક્ચ્છ : ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી `સંજીવની રાખડી', જુઓ કેવી રીતે

ક્ચ્છ : ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી `સંજીવની રાખડી, જુઓ કેવી રીતે
X

આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયના ગોબરને પવિત્ર માનવામાં આવે છે ત્યારે ગૌ સંવર્ધન માટે કચ્છના ભુજ તાલુકાના કુકમા ગામના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના ગોબરમાંથી રાખડી બનાવવામાં આવી છે. જે સંજીવની રાખડીઓ રક્ષાબંધનના બજારમાં મુકવામાં આવશે.

ભારતમાં દરેક ઉત્સવોમાં ચીની બનાવટની વસ્તુઓનું બજારમાં વેચાણ જોવા મળે છે પરંતુ ભારત-ચીનની સરહદ પર થયેલ તણાવને લઈ સૌ કોઈમાં ભારે રોષ છે. ત્યારે આપણી સંસ્કૃતિમાં પવિત્ર ગણાતા એવા ગાયના ગોબરમાંથી પણ રાખડીઓ બની રહી છે.

ગાયના ગોબર એટલે કે છાણ અને ગૌમૂત્રમાંથી બનેલી આ રાખડીનું નામ છે 'સંજીવની રાખડી' આ રાખડીની કિંમત 30 રૂપિયા રખાઈ છે. માનવ શરીરને ઊર્જા આપતા ગાયનાં છાણની રાખડી ઊર્જાદાયી ગાયના છાણનો ઉપયોગ વધુ કરવાની જનજાગૃતિ લાવવાનો આશય છે. પાછલા વર્ષે છાણમાંથી બનાવાયેલી બે હજાર રાખડી વેચાઈ હતી. આ વખતે 6 હજાર રાખડીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટના કુદરતના ખોળે વિકસાવાયેલા પ્રાકૃતિક પરિસરમાં 7થી 8 લોકો સતત દોઢ મહિનાથી રાત-દિવસ વ્યાયામ કરીને 4 હજારથી વધુ રાખડી બનાવી છે. હજુ પણ રાખડી નિર્માણની કામગીરી જારી છે.

Next Story