Connect Gujarat
Featured

ક્ચ્છ: રણના વાહનની સંખ્યામાં વધારો, જુઓ સરકારની કઈ કામગીરી રંગ લાવી

ક્ચ્છ: રણના વાહનની સંખ્યામાં વધારો, જુઓ સરકારની કઈ કામગીરી રંગ લાવી
X

રણના વાહન તરીકે ઓળખાતા ઊંટની ક્ચ્છ જિલ્લામાં એક તબક્કે વસ્તી ઉત્તરોતર ઘટવા લાગી હતી. જોકે સરકારના રસીકરણ અભિયાનના કારણે આજે કચ્છમાં ઊંટની વસ્તીમાં 20 ટકા જેટલો વધારો થયો છે.

ક્ચ્છમાં દૂર દૂર સુધી ફેલાયેલું અફાટ રણ, રણમાં કતારબદ્ધ લાઈનમાં ચાલતા ઊંટના દ્રશ્યોનો આભાસ થાય છે. ઊંટ રણનું વાહન છે ક્ચ્છ પશુપાલનનો જિલ્લો છે એક સમય એવો હતો કે, જે પશુપાલક પાસે ઊંટ હોય તેઓ પાસે ખાવાના પણ સાસા હતા. ઊંટને લઈને માલધારીઓ દૂર દુર સુધી સ્થળાંતર કરતા રહે,ભોજનની કોઈ સગવડ ન હોય, વ્યાજે રૂપિયા લેવા પડે,ઘણીવાર તો ઊંટડીનું દૂધ પીને ગુજરાન ચલાવવું પડે તેવા દિવસો હતા.

આજીવિકા માટે માત્ર ઊંટ જ એક સાધન છે પરંતુ આવક થતી ન હતી પરંતુ સરકારના પ્રયાસોથી આજે ઊંટનું પાલન નફાકારક બની ગયું છે ક્ચ્છ જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી ડો. હરેશ ઠક્કરે જણાવ્યુ હતું કે, આજથી 10 12 વર્ષ પહેલા કચ્છમાં ઊંટની વસ્તી ઘટતી જતી હતી, જેનું કારણ એ હતું કે ઊંટમાંથી પશુપાલકોને કોઈ આવક મળતી ન હતી તેના નિભાવ માટે પશુપાલકો સ્થળાંતર કરતા જેના કારણે ઉન્ટમાં બીમારિઓ જોવા મળતી હતી ઊંટમાં રસીકરણ માટે 200 થી 400 રૂપિયાનો ખર્ચ થાય છે આવક ન હોવાથી પશુપાલક ઊંટને સારવાર અપાવતો ન હતો બાદમાં 2012 થી રસીકરણ શરૂ થયું સરકાર દ્વારા સારવાર પણ શરૂ કરાય છે જેથી બીમારીઓનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. કચ્છમાં 2012 માં ઊંટની સંખ્યા 7900 હતી રસીકરણ બાદ ઊંટની સંખ્યા હાલમાં 10 હજારથી વધુ છે વસ્તીમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

Next Story