Connect Gujarat
ગુજરાત

કચ્છ : મરૂભુમિમાં શિયાળામાં જામ્યું ચોમાસું, કમોસમી વરસાદે દીધી દસ્તક

કચ્છ :  મરૂભુમિમાં શિયાળામાં જામ્યું ચોમાસું, કમોસમી વરસાદે દીધી દસ્તક
X

ગ્લોબલ વોર્મિંગની માઠી અસરો હવે ગુજરાતમાં પણ વર્તાઇ

રહી છે. શિયાળાની હાંજા ગગડાવતી ઠંડીમાં મરૂભુમિ કચ્છમાં અચાનક મેઘરાજાની એન્ટ્રી

થઇ છે. વાતાવરણમાં આવેલાં પલટાના કારણે માવઠું થતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો

ઉપસી આવી છે.

રણપ્રદેશમાં ચોમાસામાં વરસાદ નહિવત વરસતો હોય છે

તેવામાં મરૂભુમિ ગણાતાં કચ્છમાં ભર શિયાળામાં વરસાદ વરસ્યો છે. પૃથ્વી ઉપરથી ઘટી

રહેલી વૃક્ષોની સંખ્યા હવે ચિંતાજનક સ્તર પર પહોંચી હોવાનું સાંપ્રત વાતાવરણ પરથી

લાગી રહયું છે. શિયાળાની શરૂઆત થતાં કચ્છ જિલ્લામાં ઠંડીનો પારો ગગડી ગયો છે

તેવામાં વરસાદ વરસતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.ભચાઉ તેમજ આજુબાજુના વિસ્તારમાં

કમોસમી વરસાદ પડતા જીરાના પાકને અસર થવા પામી છે. અબડાસા,નખત્રાણા, અંજાર,ગાંધીધામ, ભુજ,માધાપર,પધ્ધર,ધાનેટી,સુખપર, માનકુવા,દેસલપર, સહિતના વિસ્તારમાં વહેલી

સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું .વેસ્ટર્ન ડિસ્ટબન્સને લઈને કમોસમી વરસાદ વરસ્યો

હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ઉત્તરાયણના તહેવારની આસપાસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી.

Next Story