Connect Gujarat
ગુજરાત

કચ્છ : અછતગ્રસ્ત લખપત તાલુકાની આજે મુખ્યમંત્રી રૂપાણીએ લીધી મુલાકાત

કચ્છ : અછતગ્રસ્ત લખપત તાલુકાની આજે મુખ્યમંત્રી રૂપાણીએ લીધી મુલાકાત
X

કચ્છમાં અછતની પરિસ્થિતિ સૌથી વધુ લખપત તાલુકામાં છે. ત્યારે અછતગ્રસ્ત લખપત તાલુકાની મુલાકાતે આજે મુખ્યમંત્રી રૂપાણી દોડી આવ્યા હતા.અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે,ગુજરાતના 96 તાલુકામાં સરકારે અછતની જાહેરાત કરી છે.કચ્છમાં લખપત તાલુકો સૌથી વધુ અછત ગ્રસ્ત છે 2018 માં અહીં માત્ર 12 મિમી જ વરસાદ પડ્યો છે. લખપતના 95 ગામોમાં 17,475 ધાસ કાર્ડ બનાવવામાં આવ્યા છે. વિસ્તારમાં 1 લાખ 63 જેટલા પશુઓ આવેલા છે. સરકાર દરેક પશુદીઠ 35 રૂપિયા સબસીડી સીધા પશુપાલકોને ચૂકવી રહી છે. અત્યાર સુધીમાં 9 કરોડ જેટલી સબસીડી રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે અછત હજી દોઢ બે માસ રહેતા હજી વધારે સહાય ચૂકવાશે.

લખપત તાલુકામાં પાણીની સમસ્યા નિવારવા દરેક ગામોમાં રોજ ટેનકર દોડાવવામાં આવી રહ્યા છે.જિલ્લામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કર્યો હતો.નારાયણ સરોવરમાં દરરોજ એક લાખ લીટર પાણી ફિલ્ટર કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે.તેમણે કહ્યું કે વિસ્તારમાં પીવાના પાણી અને ધાસની તકલીફ ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે.અછતની પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ રોજીરોટી વિના ના રહે તેની ચિંતા કરી હતી..મનરેગા તળે અહીંના લોકોને રોજગારી આપવામાં આવી રહી છે.આ તકે સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમસિંહ જાડેજાએ છેવાડાના લોકો સુધી સરકારી મશીનરી દ્વારા સવલત પહોંચાડવામાં આવે એવી રજુઆત કરી હતી રાજ્યમાં ચર્ચામાં રહેલા ખાતર કૌભાંડ વિશે રૂપાણીએ જણાવ્યું કે , સરકાર આ મામલે યોગ્ય પગલાં લઇ રહી છે.

Next Story