Connect Gujarat
આરોગ્ય 

કચ્છ : કોરોના વાયરસને લઈ આરોગ્યતંત્ર એલર્ટ, રેપીડ રીસ્પોન્સની ટીમ બે દિવસ તબીબોને આપશે માર્ગદર્શન

કચ્છ : કોરોના વાયરસને લઈ આરોગ્યતંત્ર એલર્ટ, રેપીડ રીસ્પોન્સની ટીમ બે દિવસ તબીબોને આપશે માર્ગદર્શન
X

કોરોના વાયરસનો ખતરો ફેલાયેલો છે ત્યારે સતર્કતાના ભાગરૂપે રેપીડ રીસ્પોન્સની ટીમ બે દિવસ કચ્છમાં આવી તબીબોને યોગ્ય માર્ગદર્શન આપશે.

ચીનમાં સંક્રમિત થયેલા કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ હરકતમાં છે કચ્છમાં કંડલા અને મુન્દ્રા બંદરે ચીનના જહાજ આવતા હોવાથી તકેદારી રાખવા સુચના અપાઈ છે. ઉપરાંત જી.કે.જનરલ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ અને બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કચ્છના 3 વિદ્યાર્થી ચીનથી પરત આવ્યા છે અને હજી એક વિદ્યાર્થી આવશે રાજ્યની રેપીડ રીસ્પોન્સ ટિમ કાલથી બે દિવસ ક્ચ્છ આવશે. ભુજમાં અને ગાંધીધામમાં ખાનગી અને સરકારી તબીબો સાથે બેઠક યોજી રોગ અંગે માહિતી અપાશે અને જાગૃતિ ફેલાવવામાં આવશે. ચીન જઈ આવેલા કચ્છના 19 લોકોની તપાસ કરાઈ છે જેમાં કોઈ ચિંતાજનક નથી તકેદારીના ભાગરૂપે કચ્છમાં આરોગ્યતંત્ર એલર્ટ છે.

Next Story