Connect Gujarat
Featured

કચ્છ : કોરોનાની સ્થિતિ વચ્ચે લોકોના જીવનમાં "મુસ્કુરાહટ'' જરૂરી, જુઓ ઉત્સાહી યુવતીની અનોખી સમાજ સેવા..!

કચ્છ : કોરોનાની સ્થિતિ વચ્ચે લોકોના જીવનમાં મુસ્કુરાહટ જરૂરી, જુઓ ઉત્સાહી યુવતીની અનોખી સમાજ સેવા..!
X

કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન અને તાણ વચ્ચે લોકોના જીવનમાં "મુસ્કુરાહટ'' જરૂરી છે, ત્યારે કચ્છ જિલ્લાના ગાંધીધામની યુવતીએ નવતર પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં ઉત્સાહી યુવતીએ સમાજ સેવાના માધ્યમથી આજની યુવાપેઢીને નવી રાહ ચીંધી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ... "મુસ્કુરાહટ"

સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ કોરોના વાયરસથી ભયભીત હતા, ત્યારે ભયભીત અને દુ:ખી ચહેરાઓ પર મુસ્કુરાહટ લાવવા માટે કચ્છ જિલ્લાના પંચરંગી સંકુલ ગાંધીધામની યુવતી અંજલિ સિંઘે નવતર પ્રયાસ હાથ ધર્યો હતો. અંજલિએ પ્લાસ્ટિકના કુંડા પર હાસ્ય મુસ્કુરાહટના ચિત્રો દોરી સોશિયલ મીડિયામાં મૂક્યા હતા, ત્યારે લોકોએ તેને ખૂબ પસંદ કરતા અંજલિને વધુ સાહસ પ્રાપ્ત થયું હતું. જોકે કુંડાઓ પર હાસ્યના ચહેરા દોરી તેની એક કિંમત નક્કી કરી હતી. જેની આવક થકી ગરીબ લોકોને માસ્ક વિતરણ, સફાઈકર્મીઓને કપડા, જમવાનું, સાર્વજનિક જગ્યાઓ ઉપર સેનિટાઈઝર મશીન લગાડ્યા હતા. લોકો પણ આ કલ્યાણકારી કામમાં જોડાયા હતા. ઉપરાંત અંજલિએ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળવા પણ લોકોને અપીલ કરી હતી, જેથી પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય.

મીડિયા સાથેની વાતચીતમાં અંજલીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાનના જનતા કરફ્યુ, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સૂત્રથી તે પ્રભાવિત થઈ છે. ધર્મ, જ્ઞાતિ, ભાષા, ક્ષેત્રના આધારે સમાજ વિભાજિત થઈ રહ્યો છે, ત્યારે આ મહામારીએ લોકોને એકસૂત્રતામાં બંધાવાનો મોકો આપ્યો છે. ગીલોયનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે, ત્યારે આ સંસ્થા મુસ્કુરાહટે શહેર અને સંકુલના તમામ બગીચાઓ અને જુદી-જુદી જગ્યાએ ગીલોયના રોપાઓનું વાવેતર કર્યું હતું. હાલમાં વૃક્ષો સુકાઈ રહ્યા છે અને પક્ષીઓ નજરે ચડતા નથી, ત્યારે આ સંસ્થાએ પક્ષી બચાવો અભિયાનનો પણ પ્રારંભ કર્યો છે. મુસ્કુરાહટ કેમ્પઈનને સ્થાનિક આગેવાનોએ પણ ખૂબ બિરદાવ્યુ છે. સાંસદ વિનોદ ચાવડાએ પણ આ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. તો પોલીસવડા મયુર પાટીલ તેમજ સંકુલના વિવિધ સરકારી અધિકારીઓ, આગેવાનોએ સંસ્થાની નોંધ લઈ પ્રમાણપત્ર આપ્યા છે, ત્યારે અંજલીએ ખરા અર્થમાં વિવિધ સામાજિક પ્રવૃતિઓ થકી દુઃખી લોકોના જીવનમાં ખુશી રૂપી મુસ્કુરાહટ લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે, જે ખરેખર બિરદાવવા લાયક છે.

Next Story