Connect Gujarat
Featured

કચ્છ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભુજમાં થયા લગ્ન, જાનપ્રસ્થાન-ભોજન સમારંભ સહિતના પ્રસંગો રખાયા મોકૂફ

કચ્છ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભુજમાં થયા લગ્ન, જાનપ્રસ્થાન-ભોજન સમારંભ સહિતના પ્રસંગો રખાયા મોકૂફ
X

હાલ દેશભરમાં કોરોના વાઇરસના કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે કચ્છ જિલ્લાના ભુજ ખાતે માસ્ક પહેરીને યુગલે માત્ર 11 વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કર્યા હતા.

ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા રાહુલ રમેશગીરી ગોસ્વામીના લગ્ન દહીંસરાની નેહલ ગૌતમગિરી ગુંસાઇ સાથે 6 માસ પૂર્વે નક્કી થયા હતા. જોકે, કોરોના વાઇરસ સામે ચાલી રહેલી લડાઈમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે યુગલના પરિવારજનો મુંઝાયા હતા. જેથી તંત્રના માર્ગદર્શન અને મંજૂરી સાથે માત્ર 11 વ્યક્તિઓની હાજરીમાં રાવલવાડી રિલોકેશન સાઇટ નજીક આવેલ મંદિરમાં લગ્ન લેવાયા હતા. જેમાં ઢોલ-નગારા, જાન, ભોજન સમારંભ સહિતના પ્રસંગો મોકૂફ રાખી યુગલે મોઢે માસ્ક પહેરીને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, ત્યારે ભુજમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે લગ્ન સંપન્ન કર્યા હોવાનો પ્રથમ કિસ્સો બન્યો છે.

Next Story