Connect Gujarat
ગુજરાત

મુસ્લિમોની લાગણી દુભાતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીનું પોસ્ટર સળગાવાયું

મુસ્લિમોની લાગણી દુભાતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીનું પોસ્ટર સળગાવાયું
X

કચ્છના રાપરમાં શુક્રવારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીની ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી જે દરમિયાન તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું જેનાથી કચ્છના મુસ્લિમોની લાગણી દુભાઈ છે.

મુસ્લિમ સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જીતુ વાધાણીના વિવાદિત નિવેદનને વખોડી કાઢવા તેમના ફોટા સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાપર ખાતે આયોજીત જાહેર સભામાં જીતુ વાધાણીએ કચ્છના મુસ્લિમ સમાજના આગેવાન મરહુમ ઇભલા શેઠને લુખ્ખા અને દાણચોર કહ્યા હતા.

આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરનારા કચ્છના કોંગ્રેસ નેતા હાજી જુમાં રાયમાંએ જણાવ્યું કે, જીતુ વાઘાણીના આ વિવાદીત નિવેદનનો જવાબ કચ્છના મુસ્લિમ મતદારો મતદાનથી આપશે સાથે વાઘાણી નિવેદન બદલ માફી માંગે તેવી માંગ કરાઈ છે.

Next Story