Connect Gujarat
ગુજરાત

કચ્છ : "જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો" , લોકડાઉનમાં જરૂરિયાતમંદો માટે માધાપર લોહાણા સમાજની સુંદર ભોજન સેવા

કચ્છ : જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો , લોકડાઉનમાં જરૂરિયાતમંદો માટે માધાપર લોહાણા સમાજની સુંદર ભોજન સેવા
X

વૈશ્વિક મહામારી કોરોના

વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ લાગુ કરવામાં આવી છે, ત્યારે ગરીબ અને રંક

પરિવારોની વ્હારે ભુજ તાલુકાના માધાપર લોહાણા સમાજ આગળ આવ્યું છે.

ભુજમાં રોજનું કમાઈને રોજ ખાતા શ્રમજીવી પરિવારો માટે બે ટાઈમ ભોજનની

વ્યવસ્થા લોહાણા સમાજ દ્વારા કરવામાં આવી છે. સવારે પુરી-શાક, સાંજે ખીચડી-કઢી બનાવીને માધાપર લોહાણા સમાજના કાર્યકરો જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.

જલારામ બાપાનું સૂત્ર છે "ટુકડો ત્યાં હરિ ઢુકડો" અન્નદાન સૌથી મહાદાન છે, જેને સાર્થક કરવા હાલ માધાપર

લોહાણા સમાજ સક્રિય છે.

Next Story