Connect Gujarat
Featured

કચ્છ : મુંદ્રામાં ચોરીના ગુનામાં શકમંદને લવાયો પુછપરછ માટે, જુઓ કસ્ટડીમાં તેની સાથે શું થયું

કચ્છ : મુંદ્રામાં ચોરીના ગુનામાં શકમંદને લવાયો પુછપરછ માટે, જુઓ કસ્ટડીમાં તેની સાથે શું થયું
X

કચ્છનાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓના ઢોર મારથી યુવાનનું મોત થવાના ચકચારી બનાવમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. બીજી તરફ આરોપીઓની ધરપકડ નહિ થાય ત્યાં સુધી મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં દોડધામ મચી ગઇ છે.

મુન્દ્રા પોલીસ મથકે ચોરીના ગુન્હામાં શંકાસ્પદ તરીકે તાલુકાના સમાધોધા ગામના અરજણ ગઢવીને પુછપરછ માટે લવાયા હતાં. જેઓનું ગઇકાલે કસ્ટોડીયલ ડેથ થતા ધેરા પ્રત્યાધાતો પડ્યા છે. બનાવની વાત વાયુવેગે ફેલાતાં સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. પરિવાર અને સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે, મૃતક યુવાનને 8 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસના અમાનુષી અત્યાચારના કારણે તેનું મોત થયું છે. બનાવ સંદર્ભમાં મુન્દ્રા પોલીસના શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ તથા જયદિપસિંહ અજીતસિંહ ઝાલા સામે હત્યનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘરફોડ ચોરીના બનાવમાં મુન્દ્રા પોલીસે સમાઘોઘા ગામમાંથી ત્રણ યુવાનોની અટક કરી હતી જેમાં ઢોર માર મારવાથી અરજણ ગઢવીનું મોત નીપજ્યું પણ પોલીસે મામલો દબાવવા માટે શરૂઆતમાં મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતુંઉ બાદમાં ઉગ્ર વિરોધ અને રજુઆત બાદ હત્યાનો ગુનો દાખલ થયો છે. મૃતકના મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો છે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સમાજ અને પરિવાર દ્વારા ઇનકાર કરાયો છે.

ભુજના એડવોકેટ દેવરાજ ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી,જેમાં જણાવ્યું હતું કે આ ત્રણેય કોન્સ્ટેબલોએ તેને ખૂબ માર માર્યો છે. એક પોલીસવાળો મારીને જાય એટલે બીજો પોલીસવાળો આવીને માર મારતાં હતાં. પોલીસના થર્ડ ડીગ્રી ટોર્ચરીંગના કારણે જ અરજણનું મોત થયું છે.

Next Story