Connect Gujarat
Featured

કચ્છ : કોરોનાના કાળ વચ્ચે માસ્ક વગર બહાર ફરતા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે પોલીસે યોજી “ફૂટ માર્ચ”

કચ્છ : કોરોનાના કાળ વચ્ચે માસ્ક વગર બહાર ફરતા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે પોલીસે યોજી “ફૂટ માર્ચ”
X

કચ્છ જીલ્લાના ભુજ ખાતે માસ્ક વગર ફરતા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે પોલીસે ફૂટ માર્ચ યોજી હતી. ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસની ડ્રાઈવ દરમ્યાન માસ્ક પહેર્યા વિના બહાર નીકળેલા લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ નિયમોનું લોકો કડક અમલ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે હજુ પણ કેટલાક લોકો કોરોનાના કાળની પરિસ્થિતિ નહીં સમજતા હોવાનું ધ્યાને આવ્યું છે, ત્યારે માસ્ક વગર બહાર ફરતા હોવાના કારણે પોલીસે લાલ આંખ કરવાની ફરજ પડી છે.

ભુજ ખાતે પોલીસ કાફલાએ ફૂટ માર્ચ યોજી લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા તેમજ ડરવાના બદલે સાવચેત રહેવા અંગે જાગૃત કર્યા હતા. પોલીસ કાફલાની ફૂટ માર્ચ દરમ્યાન ફરજિયાત માસ્ક સહિત સરકારના નિયમોનું શહેરીજનો પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. જોકે હાલમાં ચાલતા અનલોક દરમ્યાન તમામ પ્રકારની છૂટછાટ વચ્ચે પણ નિયમોની કડક અમલવારી થાય તે અત્યંત જરૂરી બન્યું છે, ત્યારે ભુજ ખાતે ઉપરાંત પોલીસની ડ્રાઈવ દરમ્યાન માસ્ક પહેર્યા વિના બહાર નીકળતા લોકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

Next Story