Connect Gujarat

કચ્છ : પ્રધ્યુમનસિંહ જાડેજાના ટેબલ પર અચાનક મુકાઇ બંગડીઓ, જુઓ શું છે ઘટના

કચ્છ : પ્રધ્યુમનસિંહ જાડેજાના ટેબલ પર અચાનક મુકાઇ બંગડીઓ, જુઓ શું છે ઘટના
X

રાજયસભાની ચુંટણી પહેલા રાજીનામુ આપી દેનારા અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસની મહિલા કાર્યકરોના રોષનો ભોગ બન્યાં હતાં. મહિલા કાર્યકરોએ તેમને બંગડીઓ આપી આક્રોશ વ્યકત કર્યો હતો.

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ચુંટણી થાય તે પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઇ છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા મહિલા કોંગ્રેસના કાર્યકરોના રોષનો ભોગ બન્યાં હતાં. ભુજમાં તેઓ પત્રકાર પરિષદ સંબોધી રહયાં હોવાની જાણ થતાં મહિલા કાર્યકરો ત્યાં પહોંચી હતી અને તેમના ટેબલ પર બંગડીઓ મુકી રોષ ઠાલવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધ્યુમનસિંહ જાડેજા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા પહેલાં ભાજપ સાથે ધંધાકીય ક્ષેત્રમાં મોટી ડીલ કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. હાલ તો તેઓ કોંગી કાર્યકરોના નિશાના પર આવી ગયાં છે

Next Story
Share it