Connect Gujarat
Featured

કચ્છ : શ્રાવણ માસ અને ઇદને ધ્યાનમાં રાખી ધાર્મિક સ્થળોને કરાયાં સેનીટાઇઝ

કચ્છ : શ્રાવણ માસ અને ઇદને ધ્યાનમાં રાખી ધાર્મિક સ્થળોને કરાયાં સેનીટાઇઝ
X

કોરોના વાયરસના કહેરમાંથી કચ્છ જિલ્લો પણ બાકાત રહયો નથી ત્યારે શ્રાવણ માસ અને ઇદના પર્વને ધ્યાનમાં રાખી નગરપાલિકાએ ધાર્મિક સ્થળોએ સેનીટાઇઝ કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

ભુજ નગરપાલિકા દ્વારા શહેરના ધાર્મિક સ્થળોને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી દેવાય છે. શ્રાવણ માસ ચાલતો હોવાથી શિવ મંદિરોમા ભક્તો ઊમટતા હોય છે. આ ઉપરાંત ઇદના તહેવારને અનુલક્ષી મસ્જિદો તથા ઈદગાહોમાં પણ લોકોની અવરજવર હોય છે.

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે ત્યારે નગરપાલિકા તકેદારીના પગલાં ભરી રહી છે. ભુજમાં મુખ્ય ગણાતા આશાપુરા મંદિર, ઉપલીપાળ મંદિર, જલારામ મંદિર સહિત શિવાલયો અને મસ્જિદોને પણ સેનીટાઇઝ કરવામાં આવી છે. દર્શન તથા ઇબાદત માટે આવતાં લોકોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક અવશ્ય પહેરવા માટે પાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે.

Next Story