Connect Gujarat
Featured

કચ્છ : કોમી એકતા માટે જગવિખ્યાત “મિયાં મહાદેવનું મંદિર”, જુઓ સરહદ પરનું ધાર્મિક સ્થળ

કચ્છ : કોમી એકતા માટે જગવિખ્યાત “મિયાં મહાદેવનું મંદિર”, જુઓ સરહદ પરનું ધાર્મિક સ્થળ
X

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનાં ભાડિયા ગામે આવેલ મિયાં મહાદેવના મંદિરમાં અનેરી ધાર્મિક એકતા જોવા મળે છે. અહીં સરહદી વિસ્તારમાં આજુમાં મંદિર છે તો બાજુમાં દરગાહ. આ પવિત્ર સ્થળ ધાર્મિક એકતા માટે જગ વિખ્યાત છે. એક તરફ શિવ મંદિર છે તો બીજી તરફ પીરની દરગાહ એટ્લે જ આ સ્થળ મિયાં મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે. જુઓ આ વિશેષ રિપોર્ટ.

કચ્છની કોમી એકતા જગવિખ્યાત છે ત્યારે સરહદી કચ્છમાં એક અદભુત શિવાલય આવેલું છે. જે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કચ્છના માંડવી તાલુકાના ભાડીયા ગામે આવેલું શિવાલય કોમી એકતાના પ્રતીક સમાન છે કારણકે આ શિવાલય સોદાગરે બંધાવેલું છે તેમજ શિવ મંદિરની બાજુમાં જ પીરની દરગાહ છે બંને ધાર્મિક સ્થળો બાજુમાં છે અને એક જ દરવાજો છે આ સ્થળને અહીંના લોકો મિયા મહાદેવના મંદિરના નામે ઓળખે છે.

આ મંદિર 400 વર્ષ જૂનું છે ઇતિહાસની જો વાત કરીએ તો ગુંદીયાળી ગામના શેઠ સુંદરજી સોદાગરે આ સ્થળે મહાદેવની તપસ્યા કરી હતી જેથી મહાદેવ પ્રસન્ન થયા હતા બાદમાં તેને ઘોડાના વેપારમાં અપ્રતિમ સફળતા મળી હતી સોદાગર પર શિવજી પ્રસન્ન થતા તેણે અહીં ભવ્ય મંદિર બનાવી આપ્યું હતું આજે અહીં હિન્દુઓની સાથે મુસ્લિમ ભક્તો પણ ભોલેનાથના દર્શન માટે આવે છે જે ખાસ બાબત છે.

આ મિયા મહાદેવના મંદિર વચ્ચે એક જ દરવાજો છે જે ક્યારેય બંધ થતો નથી જો તે બંધ કરવામાં આવે તો આપોઆપ ખુલી જાય છે આવા અનેક ચમત્કારો ભક્તોએ જોયા છે નાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં ભઠોરાપીરની દરગાહ છે ભઠોરા પાકિસ્તાનથી અહીં આવ્યા હતા અને આ સ્થળને આસ્થાન બનાવ્યું હતું જૈન અને વિષ્ણુ સમાજ દ્વારા દર વર્ષે પહેડી પણ યોજવામાં આવે છે. એકબાજુ શિવાલય અને બીજીબાજુ પીર આવું ગુજરાતમાં સંભવત ક્યાંય જોવા નહીં મળે.

Next Story