Connect Gujarat
Featured

કચ્છ : ધાંગ્રધા હાઇવે પર બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત

કચ્છ : ધાંગ્રધા હાઇવે પર બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત
X

ગુજરાતમાં રવિવારની રજાનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. રાજયમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં આઠથી વધારે લોકોના મોત થયાં છે. ધાંગ્રધા નજીક કાર અને બસ વચ્ચે થયેલી ટકકરમાં ત્રણ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારના રોજ કચ્છ અમદાવાદ હાઇવે ઉપર ધ્રાંગધ્રા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ધાંગધ્રાથી હળવદ રોડ ઉપર આવેલીઉમિયા ભવાની હોટલ પાસે એસ ટી બસ અને કાર વચ્ચે ટકકર થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ વ્યકતિઓના સ્થળ ઉપર જ પ્રાણ પંખેરા ઉડી ગયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.અકસ્માતમાં ઘાયલ એક વ્યકતિને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. મૃતકો કયાંના રહેવાસી છે અને કયાંથી કયાં જઇ રહયાં હતાં તેની વિગતો મેળવવામાં આવી રહી છે.

Next Story
Share it