Connect Gujarat
ગુજરાત

કચ્છ : અંજારમાં ભુકંપના મૃતકોને શ્રધ્ધાંજલિ, સંતાનોની યાદમાં હજી વહે છે અશ્રુધારા

કચ્છ : અંજારમાં ભુકંપના મૃતકોને શ્રધ્ધાંજલિ, સંતાનોની યાદમાં હજી વહે છે અશ્રુધારા
X

દેશમાં 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી

છે ત્યારે આજથી 19 વર્ષ પહેલાં 2001નો પ્રજાસત્તાક પર્વ કચ્છવાસીઓ માટે વિનાશકારી

પુરવાર થયો હતો. ભુકંપમાં હજારો લોકો મોતને ભેટયાં હતાં અને તેમાંય અંજારમાં તો

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નીકળેલી આખી રેલી જ કાટમાળ નીચે દબાઇ ગઇ હતી.

કચ્છ જિલ્લાવાસીઓ

માટે પ્રજાસત્તાક પર્વ ભુતકાળની વરવી યાદો લઇને આવતું હોય છે. 2001ની સાલમાં 26મી જાન્યુઆરીના રોજ જિલ્લામાં ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

રહી હતી ત્યારે જ ધરા ધ્રુજી હતી. અચાનક આવેલાં ભુકંપમાં મકાનો અને ઇમારતો પત્તાના

મહેલની માફક તુટી પડી હતી. હજારો લોકોએ ભુકંપના કારણે પોતાના જીવ ગુમાવી દીધાં

હતાં. ભુતકાળમાં ડોકીયું કરવામાં આવે તો અંજારની એક ઘટનાને કદી વિસરી શકાય તેમ

નથી. અંજારમાં પ્રજાસત્તાક દિનના અવસરે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. રેલી દરમિયાન

ભુકંપનો આંચકો આવતાં રેલી ઉપર જ આસપાસના મકાનોનો કાટમાળ પડયો હતો. જેમાં 188 વિદ્યાર્થીઓ સહિત 205 જેટલા લોકોના મૃત્યુ થયાં હતાં. આજે પણ મૃતક

બાળકોના વાલીઓ તેમના સંતાનોને યાદ કરી અશ્રુધારાઓને રોકી શકતાં નથી. મૃતકોની યાદમાં વીરબાળભૂમિ સ્મારક પણ નિર્માણ

થઈ રહ્યું છે. ભુકંપ બાદ કચ્છ ભલે બેઠુ થઇ ગયું હોય પણ યાદોને હજી કચ્છવાસીઓ ભુલી

શકતાં નથી.

Next Story