Connect Gujarat
ગુજરાત

કચ્છ : જાણો, વિશ્વ વિખ્યાત કચ્છના સફેદ રણની નિર્માણ કથા

કચ્છ : જાણો, વિશ્વ વિખ્યાત કચ્છના સફેદ રણની નિર્માણ કથા
X

કચ્છનું સફેદ રણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બન્યું છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ

મોટી સંખ્યામાં રણોત્સવની મુલાકાતે આવે છે પણ આ રણ સફેદ રણ કેવી રીતે બન્યું તેના

વિષે જોઈએ અમારો વિશેષ અહેવાલ

કચ્છમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ આજે દેશ વિદેશના

પ્રવાસીઓ માટે આકર્ષક ટુરિઝમ હબ બની ગયું છે પરંતુ આ સફેદ રણ શું છે? માત્ર

કચ્છમાં જ કેવી રીતે નિર્માણ પામ્યું આ સફેદ રણ? આ બાબતો માટે કનેક્ટ ગુજરાતની ટીમે કચ્છ યુનિવર્સીટીના એનવાયરમેન્ટલ સાયન્સ

વિભાગના પ્રોફેસર પાસેથી અનેક રોચક તેમજ ભૌગોલિકતા અંગે ચિતાર મેળવવાનો પ્રયાસ

કર્યો.

કચ્છ ભૌગોલિક દ્રષ્ટિએ રણ, ડુંગર અને દરિયો ધરાવે છે.

કચ્છનો અખાત અરબી સમુદ્ર નજીક આવેલો છે. કચ્છનું રણ અરબી સમુદ્ર કરતા ઊંચાઈમાં આવેલું છે તે રણની ખાસિયત છે. વર્ષાઋતુમાં સી લેવલના પવનો

સાઉથ-વેસ્ટમાંથી આવે છે અને હાઈ પ્રેસર સર્જાય છે. તેનાથી દરિયાઈ ભરતી આવે છે અને ભરતીનું પાણી કચ્છના રણમાં આવે છે. રણ એકદમ

સપાટ વિસ્તારનું હોવાથી પાણી પથરાઈ જાય છે જે દરિયામાં

પાછું જઈ શકતું નથી અને પાણી

રણમાં જ રહે છે. ગરમીમાં

પાણી બાષ્પીભવન થાય છે અને પાછળ ખાલી બચે છે સોલ્ટ. તે સપાટી ઉપર રહે છે અને તેથી

મીઠાનું રણ જોવા મળે છે.બીજું કે સમુદ્રના પાણીમાં 3.5 ટકા સોલ્ટ કોન્સન્ટ્રેન્ડ

હોય છે જેમાં અલગ અલગ જાતના મીઠાનું પ્રમાણ છે કેલ્શિય, ક્લોરાઇડ, મેગ્નેશિયમ

ક્લોરાઇડ અને સલ્ફેટ જેવા સોલ્ટ દરિયાના પાણીમાં હોય છે. તેની સાથે H2O એટલે પાણી પણ આવેલું છે 45 થી 50 ટકા ડિગ્રી તાપમાનમાં અમુક

ટકા બાષ્પીભવન થઇ જાય છે અને મીઠાનો ભાગ બાષ્પીભવન થઈ શકતો નથી તેના કારણે જમીન

ઉપર મીઠાનું પડ તૈયાર થાય છે જે સફેદ રણ તરીકે આકાર લે છે.

રણમાં 20 થી 25 હજાર સ્ક્વેર કિલોમીટર

વિસ્તારમાં સફેદ રણ બને છે તે કચ્છનો અખાત છે. રણમાં વરસાદી પાણી વધારે હોય છે

વરસાદ પડે ત્યારે સફેદ મીઠું ઓછું જોવા મળે છે. રણ પણ બે પ્રકારના જોવા મળે

છે તેમાં એક હોટ ડેઝર્ટ અને એક કોલ્ડ ડેઝર્ટ. કચ્છનું રણ હોટ ડેઝર્ટમાં આવે છે.

કચ્છના સફેદ રણને ગુજરાત પ્રવાસન દ્વારા જ્યારથી પ્રવાસન સાથે જોડવામાં આવ્યું છે

ત્યારથી વધારે દુનિયામાં જાણીતું બન્યું છે. આજે દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છના રણની

મુલાકાત લે છે અને બોલી ઊઠે છે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા...

Next Story