Connect Gujarat
લાઇફસ્ટાઇલ

આજે લાભપાંચમ : સૌભાગ્ય પંચમી, શ્રીપંચમીના દિવસથી ‘મિનિ વેકેશન’ બાદ બજારો ધમધમી ઊઠશે

આજે લાભપાંચમ : સૌભાગ્ય પંચમી, શ્રીપંચમીના દિવસથી ‘મિનિ વેકેશન’ બાદ બજારો ધમધમી ઊઠશે
X

વિક્રમ સંવત-૨૦૭૬ની કારતક સુદ પાંચમને લાભપાંચમ

તરીકે ઓળખવામાં આવે છે. તા.૧ નવેમ્બરે શુક્રવારે આવેલી લાભપાંચમ લક્ષ્મીકૃપા માટે

અને વેપારવૃદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. આ પંચમીને સૌભાગ્ય પંચમી, શ્રીપંચમી, જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

લાભપાંચમના દિવસે ‘મિનિ વેકેશન’ બાદ

મુહૂર્ત થશે અને બજારો ધમધમી ઊઠશે.

લાભપાંચમને શ્રી પંચમી, સૌભાગ્ય

પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવૃદ્ધિ માટેનાં કાર્યો પણ થઈ શકે

છે. નવા કાર્યોનો પ્રારંભ કરવો, અટકેલાં કાર્યોને પૂર્ણ કરવા

તથા વેપાર ક્ષેત્રે નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ આ દિવસ શુભ ફળદાયી બની રહે

છે. આ દિવસે મહાલક્ષ્મી માતાજીને ફળ, મીઠાઈ પણ અર્પણ કરીને

વહેંચવામાં આવતી હોય છે. જેને કારણે સમગ્ર વર્ષ ફળદાયી અને મિષ્ટ પદાર્થોથી ભરપૂર

બની રહે.

સમગ્ર વર્ષ દરમિયાન વેપારમાં વૃદ્ધિ રહે તે માટે

અનુભવસિદ્ધ પ્રયોગ થઇ શકે છે, એમ કહી તેમણે જણાવ્યું કે

વેપાર સ્થાનમાં મુહૂર્ત કર્યા બાદ કંકુ-ચોખા-પુષ્પ વસ્તુથી કેશ બોક્સ, ચોપડાઓની પૂજા કરવી અને એક શ્રીફળ લઇ દરવાજે વધેરવું અને કુબેર ભંડારીનું

સ્મરણ કરવું અને ત્રણ વખત ‘ઓમ્ કુબેરાય નમ:’ મંત્રનો જાપ કરવો. જેનાથી આખું વર્ષ ધંધા-વેપારમાં લાભ રહે છે. આ ઉપરાંત,

દુકાનમાં, વેપારમાં, ગોડાઉન

સહિત વેપારનાં વિવિધ સ્થળોએ લીંબુ-મરચા બાંધવા અને એક લીંબુ લઇને કેશબોક્સમાં

મૂકવાથી ધનની વૃદ્ધિ થાય છે અને વેપારમાં સારા માર્ગેથી લક્ષ્મી આવે છે અને સારા

માર્ગે વપરાય છે.

વિક્રમ સંવત-૨૦૭૬માં

લાભપાંચમ અને શુક્રવારનો સંયોગ થતાં મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટેનો ઉત્તમ દિવસ

બની રહેશે. આ દિવસે વેપારવૃદ્ધિના કાર્યોનું મુહૂર્ત થઈ શકશે. સાથોસાથ આ દિવસે

શ્રીસૂક્તનું પઠન, શ્રીમહાલક્ષ્મ્યષ્ટકમ્ સ્તોત્રનું પઠન પણ ખૂબ જ શુભ-લાભ

ફળદાયી બની રહેશે. ખાસ કરીને આ દિવસે ‘ઓમ્ હ્રીં

મહાલક્ષ્મ્યૈ નમ:’ મંત્રનું પઠન પણ કરવું જોઈએ. સાથે જ

મહાલક્ષ્મી માતાજીને કમળ અથવા ગુલાબના પુષ્પ અર્પણ કરવા પણ શુભ ફળદાયી બની રહેશે.

Next Story