Connect Gujarat
દેશ

શ્રમિક સ્પેશિયલ ટ્રેન: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરે અને રેલવે પ્રધાને એક બીજા પર નિશાન સાધ્યું

શ્રમિક સ્પેશિયલ ટ્રેન: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરે અને રેલવે પ્રધાને એક બીજા પર નિશાન સાધ્યું
X

શ્રમિક સ્પેશિયલ ટ્રેનને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આરોપ પ્રત્યારોપ સમવાનું નામ નથી લેતા. રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રેલવે પ્રધાન પીયુષ ગોયલે એક બીજા પર નિશાન સાધ્યું હતું. શિવસેનાના વડાએ આરોપ લગાવ્યો કે, માગણીઓ કરવા છતાં પણ રેલવે રાજ્યને પૂરતી સંખ્યામાં ટ્રેનો ફાળવી રહી નથી. રાજ્યના લોકોને સંબોધિત કરતા ઠાકરેએ રવિવારે જણાવ્યું હતું કે, તેમને રાજ્યમાં દરરોજ 80 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની માંગણી કરી હતી. જેથી સ્થળાંતર કરનારા મજૂરોને ઘરે પહોચાડવામાં સરળતા રહે. પરંતુ તેમને ફક્ત 40 ટ્રેનો ફાળવવામાં આવી છે. રાજ્યએ આ ટ્રેનો માટે 85 કરોડ ચૂકવ્યા છે.

https://twitter.com/PiyushGoyal/status/1264578459193364480?s=20

આ તરફ રેલવે પ્રધાન પીયુષ ગોયલે એક ટ્વિટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આશા રાખુ છું કે, પહેલાની જેમ ટ્રેનોને સ્ટેશન પરથી ખાલી પરત જવું નહિ પડે. હું તમને ખાતરી આપું છું કે, તમને જરૂરિયાત મુજબ ટ્રેન ફાળવવામાં આવશે.

https://twitter.com/PiyushGoyal/status/1264594101258858498?s=20

રેલવે પ્રધાન પીયુષ ગોયલે એક ટ્વિટમાં લખ્યું હતું કે, અમે મહારાષ્ટ્રથી 125 મજૂરોની શ્રમિક સ્પેશિયલ ટ્રેન ફાળવવા માટે તૈયાર છીએ. ઠાકરેએ જણાવ્યું હતું કે, તેમની પાસે મજૂરોની સૂચિ તૈયાર છે. આ સુચિ અમને મોકલી આપો. આગામી માહિતી સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરને આગામી કલાકમાં જણાવો. જેથી આપણે સમયસર ટ્રેનોની યોજના બનાવી શકીએ.

કેન્દ્રીય પ્રધાનેએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'દુર્ભાગ્યે તે દોઢ કલાક થઈ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે ગઈકાલની 125 ટ્રેનોની નિયત માહિતી સેન્ટ્રલ મેનેજર, સેન્ટ્રલ રેલવેને આપી નથી. ટ્રેનની યોજના બનાવવામાં સમય લાગે છે. અમે નથી ઈચ્છતા કે ટ્રેનો સ્ટેશન પર આવીને ખાલી પરત ફરે, માટે સંપૂર્ણ જાણકારી વિના યોજના બનાવવી અશક્ય છે. હું આશા રાખું છું કે, મહારાષ્ટ્ર સરકાર મજૂરોના હિત માટે કરેલા પ્રયત્નોમાં પુરતો સહયોગ આપશે.

Next Story