Connect Gujarat
ગુજરાત

લાલપુર તાલુકાના ગામોના સરપંચોએ પાક વીમા મુદ્દે પ્રાંતધિકારીને આવેદન પત્ર પાઠવ્યું

લાલપુર તાલુકાના ગામોના સરપંચોએ પાક વીમા મુદ્દે પ્રાંતધિકારીને આવેદન પત્ર પાઠવ્યું
X

જામનગરના લાલપુર તાલુકાના ગામો ના સરપંચ ઓએ ભેગા મળી પાક વીમા મુદે લાલપુર પ્રાંતાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું. લાલપુરના મુખ્ય રસ્તાઓ પર રેલી યોજી સરપંચો અને ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું.

જામનગરના લાલપુર તાલુકાના ગામોના સરપંચો અને ખેડૂતોએ ભેગા મળી લાલપુરના મુખ્ય રસ્તાઓ પર રેલી યોજી લાલપુર પ્રાંતઅધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર દ્વારા ખેડૂતોએ જણાવ્યુ હતું કે લાલપુર તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. પણ વીમા કંપની દ્વારા ટૂંક સમય પહેલા જે મગફળીનો વિમો આપવામાં આવેલ છે. તે ખુબજ અપૂરતો અને ઓછો ૧૬૬.૬૯ ટકા આપીને ખેડૂતો ને અન્યાય કરવામાં આવેલો છે. તેમજ વીમા કંપની, ક્રોપ કટિંગ ના આંકડા, સરેરાશ વરસાદ ના આંકડા અને આ વર્ષ ના ઉત્પાદન ના આંકડા યોગ્ય રીતે મેળવી અને ખેડૂતોને જે અન્યાય થયેલ છે તેમાં વીમા કંપની દ્વારા ધોરણસર ની કાર્યવાહી કરી અને પૂરતા પ્રમાણ માં એટલે કે ૮૦ થી ૯૦ ટકા જેટલો વીમો તાત્કાલિક ધોરણે આપવામાં આવ એ અને જો વીમા કંપની ૧૫ દિવસમાં ખેડૂતોને ન્યાય નહીં આપે તો લાલપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

Next Story