Connect Gujarat
Featured

લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં કરાયા દાખલ
X

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ અને ઘાસચારા કૌભાંડના આરોપી લાલુ પ્રસાદ યાદવને શનિવારે તેમની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તેમને ઘાસચારા ગોટાળા મામલે જેલની સજા કરવામાં આવી છે અને તેઓ હાલ રાંચીની બિરસા મુંડા જેલમાં 14 વર્ષની સજા કાપી રહ્યા છે.

સજા દરમિયાન તેમની તબિયત લથડતા તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા RIMSના મેડિકલ બૉર્ડની ભલામણ અનુસાર તેમને દિલ્હી AIIMS ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

તેમને ઍરપૉર્ટ સુધી પહોંચાડવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો જ્યાંથી તેમને હવાઈ ઍમ્બુલન્સ મારફતે દિલ્હી AIIMS મોકલી દેવાયા હતા. તેમના પુત્ર તેજસ્વી યાદવે આ અંગે કહ્યું, “મારા પિતાને સ્પેશિયલાઇઝ્ડ ટ્રીટમેન્ટની જરૂર હતી, તેથી અમે બધાએ મળીને તેમને નવી દિલ્હીની AIIMS શિફ્ટ કરવાનું નક્કી કર્યું.” લાલુ પ્રસાદ યાદવ ચોથા તબક્કાના કિડનીના દર્દી છે. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા RIMSમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને માઇલ્ડ ન્યુમોનિયા હોવાનું બહાર આવ્યું હતું.

નોંધનીય છે કે તેમની પર પાકિસ્તાનમાં જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેઓ પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

Next Story