Connect Gujarat

સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે થયું નિધન

સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે થયું નિધન
X

સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરનું ગઈ કાલે મોડી રાતે નિધન થઈ ગયું છે. તબિયત લથડતા તેમને ગઈ કાલે જ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે 67 વર્ષની વયે બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે.

https://twitter.com/SrBachchan/status/1255709029336322048?s=20

સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરને બુધવાર રાત્રે મુંબઈના

એચએન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના ભાઈ રણધીર

કપૂરે આ માહિતીની પુષ્ટી કરી છે. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે છે.

ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યા હતા. ત્યાં આશરે એક વર્ષ

સુધી કેન્સરની સારવાર ચાલી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ બોલિવૂડના અન્ય દિગ્ગજ

અભિનેતા ઈરફાન ખાનનું પણ કેન્સરના કારણે મોત થયું હતું.

Next Story
Share it