Connect Gujarat
મનોરંજન 

પોર્નોગ્રાફી કેસ: રાજ કુન્દ્રા અંગે વધુ એક ખુલાસો

પોર્નોગ્રાફી કેસ: રાજ કુન્દ્રા અંગે વધુ એક ખુલાસો
X

જેલની હવા ખાઈ રહેલા રાજ કુંદ્રાની દરેક બાજુથી પડતી થઈ રહી છે. બિઝનેસમેન રાજ કુંદ્રાને હવે વધુ એક ઝટકો લાગ્યો છે. સેશન્સ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પર કથિતપણે અશ્લિલ સામગ્રી બતાવવાના કેસમાં તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે.

એક અહેવાલ અનુસાર, રાજ કુંદ્રાના વકીલના જણાવ્યાં મુજબ વકીલ સુનીલ કુમાર શર્મા અને વિનાયક તારેએ કોર્ટમાં આ મામલે એવો તર્ક આપ્યો હતો કે તેમની સામે હોટશોટ્સ એપ પર અશ્લિલ સામગ્રી બતાવવાનો કેસ પહેલાંથી જ નોંધાયેલો છે. તેથી તેમની ફરીથી આ પ્રકારના ગુના માટે ધરપકડ કરી શકાય નહીં. જોકે, કોર્ટે રાજ કુંદ્રાના વકીલના એબીએને ફગાવી દીધો છે.

મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ તરફથી સરકારી વકીલ શંકર ઈરાન્ડેએ આ મુદ્દે વાંધો વ્યક્ત કર્યો હતો. એટલે સ્પષ્ટ છે કે, રાજ કુંદ્રાના આગોતરા જામીન અરજી પર મુંબઈની સેશન્સ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે, ગયા વર્ષે મહારાષ્ટ્ર સાયબર પોલીસે કથિત રીતે અશ્લિલ સામગ્રી બતાવવા માટે વિભિન્ન ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટના નિર્દેશક અને માલિકો વિરુદ્ધ મામલો નોંધ્યો હતો. તે વખતે ઘણાં મોટા નામ નિશાને આવ્યાં હતાં. તે વખતે એક સેવાનિવૃત્ત કોઈ પણ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી, જેણે પોતાની ફરિયાદમાં કેટલાક ઓટીટી પ્લેટફોર્મોનું નામ લીધુ હતું. એટલું જ નહીં, આ મામલે અભિનેત્રી શર્લિન ચોપડાએ પણ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

Next Story