Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ઘરમાં સતત ઝઘડાં થાય છે? તો આ એક ઉપાય અપનાવી લો, ચપટી વગાડતાં તકલીફ થઇ જશે દૂર

ઘરમાં સતત ઝઘડાં થાય છે? તો આ એક ઉપાય અપનાવી લો, ચપટી વગાડતાં તકલીફ થઇ જશે દૂર
X

કેટલાક લોકો માટે નવું ઘર ખુશીઓની જગ્યાએ મુસીબત લઇને આવે છે. તેઓ સમજી પણ શકતાં નથી કે આવું તેમની સાથે કેમ થઇ રહ્યું છે પરંતુ દરેક પ્રશ્નના જવાબ વાસ્તુમાં તમને મળી જશે. વાસ્તુ અનુસાર ઘરમાં થનારી અશાંતિનું રાઝ જમીનમાં જ છુપાયુ હોય છે જેના પર તમારું ઘર બન્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં શાંતિ નથી તો બધુ બેકાર છે.

જ્યારે પણ તમે ફ્લેટ કે પ્લોટ ખરીદવા જાઓ તો તે મકાન વિશે જાણકારી મેળવી લેવી જોઇએ બાદમાં જ તમારે તમારું ઘર બનાવવું જોઇએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે જમીન પર તમારું ઘર છે તે ક્યા કામ માટે વપરાતી હતી, તે જમીન પર પહેલા કોઇ સ્મશાન કે કબ્રસ્તાન તો નહોતું. જો આવું હશે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં હશે અને તે દરેક કામ બગાડી દેશે.

જ્યારે પણ તમે મકાન બનાવો છો તો વાસ્તુનું ધ્યાન ચોક્કસ રાખો કારણકે તેમાં પ્રોબ્લેમ થશે તો તમારા જીવનમાં તકલીફ થઇ જશે. તે માટે કેટલાક ઉપાય છે તે પણ અપનાવવા જોઇએ. ફટકડીને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. માત્ર થોડી ફટકડીના ઉપયોગથી ઘણા રોગો મટી શકે છે. તેવી જ રીતે ફટકડીના ઉપયોગથી ઘરમાંથી નેગેટીવીટી દૂર કરી શકાય છે.

કેટલાક પગલા લેવાથી ઘરમાં થતો કંકાસ દૂર થઇ જશે. જે લોકોના ઘરમાં વારંવાર લડત અથવા તણાવનું વાતાવરણ હોય તો એક બાઉલની અંદર ફટકડી ભરી તેને ઘરના કોઇ પણ ખૂણામાં મૂકી દો. જેથી તણાવનું વાતાવરણ સમાપ્ત થશે. ઘરના વડીલના પલંગ નીચે એક લોટોમાં પાણી ભરો અને આ પાણીમાં થોડી ફટકડી નાંખો જેથી ઘરમાં શાંતિ આવશે અને પારિવારિક તકરાર દૂર થશે.

Next Story